સંજેલી ને જોડતા આંતરિયાળ રસ્તાઓ બિસ્માર હાલતમાં: વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો

Editor Dahod Live
2 Min Read

કપિલ સાધુ @ સંજેલી 

સંજેલી :- 04

સંજેલી ખાતે આવેલ બાઇપાસ રોડપર ટ્રક ફસાઇ , ચોમાસામાં ખાડા પડી ગયેલા રસ્તાની જરુરી મરામત ન થતા બાઇક ચાલકો અવાર નવાર પડીજાય છે સુલીયાત ના બાઇપાસ રોડની છે ઝાલોદ – ઇટાડી ભાણપુર ક્રોસીંગ થી સીધો માંડલી સુલીયાત ગોધરા તરફ જતો બાઇપાસ રોડ ચોમાસા માં વરસાદના કારણે ઉબડ ખાબડ બની ગયો છે . કેટલીક જગ્યાએ હાલમાં માત્ર તંત્ર તરફથી ખાડા વ્યવસ્થીત પંચ પુરવાના બદલે જીણી મેટલ કાંકરી નાખી દેવામાં આવતા નાના મોટા વાહન ચાલકોને ખુબજ મુશ્કેલી નો સામનો કરવો પડે છે ભારદારી મોટા વાહનો  આમ ભંગાર રસ્તાને કારણે મોટા ટાયરો પણ ખાડા મા ફસાઇજતા ભારે મુશ્કેલીમાં મુકાઇ જાય છે . ક્યારેક કયારેક આ રોડ પર બાઇક ચાલકો પણ પડીજતા હોય છે ત્યારે સરકારી તંત્ર વ્યવસ્થીત રીતે રોડપર પડી ગયેલા ખાડા પર ડામર કામ કરી પૅચ પુરવા માટે યોગ્ય ધ્યાન આપે તેવી વાહન ચાલકોની માંગ છે .આજ રીતે સંજેલી થી ગોઠીંબ તરફ જતા રસ્તા પર અનેક જગ્યાએ ખાડા પડી ગયેલા છે . જયાં અવાર નવા૨ નાના મોટા અકસ્માત સર્જાય છે . જેમાં સ્કૂટી ચાલકો તેમજ બાઇક ચાલકો વારંવાર પડી જતા હોય છે ભંગાર બની ગયેલા આ રોડ ઉપર કામચલાઉ ડામર પાથરી પેચ પુરવા માટે વહેલી તકે ધ્યાન આપવામાં આપવામાં આવે તેવી  માંગ છે . –

Share This Article