આદિજાતિના ખોટા પ્રમાણપત્રો રદ્દ કરવા બાબતે ફતેપુરા આદિવાસી પરિવાર દ્વારા મામલતદારને આવેદન પાઠવ્યું

Editor Dahod Live
1 Min Read

વિનોદ પ્રજાપતિ @ ફતેપુરા 

ફતેપુરા તા.02

ફતેપુરામાં આદિવાસીઓ દ્વારા ગાંધીનગર ખાતે રબારી-ભરવાડ અને ચારણ ને આપેલા ખોટા જાતિ પ્રમાણપત્ર બાબતે વિરોધ નોંધાવ્યો હતો વધુમાં તેમને કહેવું છે કે 1956ના રેસિડેન્સીયલ ઓર્ડર થી ગીર બરડો અને આલોચના જંગલ વિસ્તારમાં નેસમાં રહેતા રબારી-ભરવાડ અને ચારણ જાતિઓનો અનુસૂચિત જનજાતિ માં સમાવેશ કરવા આવેલ છે તે સિવાય બીજા વિસ્તારમાં રહેતા રબારી-ભરવાડ અને ચારણ જાતિના લોકોને રાજ્ય સરકારે ખોટા પ્રમાણપત્ર આપેલ છે તે રદ કરવા અને તેમની સામે કાર્યવાહી કરવા અને 2018માં અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર આપવા અને ખરાઈ કરવા માંટે કાયદો બનાવેલો પરંતુ નિયમો બનાવ્યા નથી અને આલેચ નેસ વિસ્તારમાં અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરેલ રબારી ભરવાડ અને ચારણ જાતિને બક્ષીપંચમાં સરકારે સમાવેશ કરવા જોઈએ આદિવાસી સમાજ દ્વારા સરકાર પાસે વિનંતી સહ કાર્યવાહી કરે અને અમારી માગણીને સંતોષે તે આશયથી અમોએ આજરોજ મામલતદારને આવેદનપત્ર આપી સરકાર સુધી અમારી માંગ પહોંચાડવા અમારી ભલામણ છે

Share This Article