
શબ્બીર ભાઇ સુનેલવાલા, ફતેપુરા
ફતેપુરા તાલુકાના વલવાડા ગામે ફાઈનાન્સ કંપનીમાં તસ્કરોનો હાથફેરો…
દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામે એક ફાઈનાન્સ કંપનીમાં તસ્કરોએ હાથ ફેરો કરી રૂા. ૬,૪૪૨ની રોકડ રકમ સહિત કોરી ચેકબુક ચોરી કરી લઈ નાસી ગયાંનું જાણવા મળે છે.
ગત તા.૨૪મી જુલાઈના રોજ ફતેપુરા નગરમાં હનુમાન ટેકરી ખાતે રહેતાં કૌશિકકુમાર કેશવલભાઈ બામણીયાની વલુન્ડા ગામે આવેલ ભારત ફાઈનાન્સ ઈન્ક્યુલીઝન લીમીટેડની ઓફિસમાં રાત્રીના કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમોએ ફાઈનાન્સ કંપનીને નિશાન બનાવી ઓફિસના દરવાજાનું તાળુ તોડી ઓફિસમાં પ્રવેશ કર્યાેં હતો અને સેફ લોકરમાંથી રોકડા રૂપીયા ૬,૪૪૨ તેમજ કોરી ચેકબુક વિગેરે ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે કૌશિકકુમાર કેશવલભાઈ બામણીયાએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.