
સીંગવડ તાલુકાના અગારા ગામે યુવતી સાથે બર્બરતા: ફોન ઉપર વાત કરવા મામલે 6 જેટલાં ઈસમોએ યુવતીને થાંબલા સાથે બાંધી ઢોર માર માર્યો…
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના અગારા ગામે યુવતી સાથે ફોન ઉપર વાત કરવા મામલે થયેલ ઝઘડા તકરારમાં મહિલા સહિત ૬ જેટલા ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી યુવકના ઘરે આવી એકને થાંભલા સાથે બાંધી દઈ ગડદાપાટ્ટુનો માર મારી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
ગત તા.૨૭મી જુનના રોજ સીંગવડ તાલુકાના અગારા માળ ફળિયામાં ફળિયામાં રહેતાં પર્વતભાઈ સળીયાભાઈ રાવત, ભરતભાઈ સબુરભાઈ રાવત, સબુરભાઈ ફતાભાઈ રાવત, શારદાબેન પર્વતભાઈ રાવત, પંકજભાઈ પર્વતભાઈ રાવત અને ધવલભાઈ પર્વતભાઈ રાવતનાઓ પોતાના ગામમાં રહેતાં કીરણભાઈ સરતનભાઈ વસૈયાના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, મારી છોકરી સાથે તુ કેમ ફોન ઉપર વાતો કરે છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને કીરણભાઈને થાંભલા સાથે બાંધી ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત કીરણભાઈ સરતનભાઈ વસૈયાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————