આજરોજ તારીખ 26/7/2022 રવિવારના રોજ બિરસા મુંડા ભવન ખાતે અગત્યની મીટીંગ રાખવામાં આવી.

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

આજરોજ તારીખ 26/07/2022 રવિવારના રોજ બિરસા મુંડા ભવન ખાતે અગત્યની મીટીંગ રાખવામાં આવી.

આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ બિરસા મુંડાના ટ્રસ્ટી ડો. કે. આર. ડામોરના અધ્યક્ષ સ્થાને રાખેલ મીટીંગ માં સૌપ્રથમ બિરસા મુંડા ભગવાનના ફોટા આગળ દીપ પ્રાગટ્ય કરીને કામકાજના એજન્ડા બિરસા મુંડા ભવન ટ્રસ્ટ ના મંત્રીશ્રી સી આર. સંગાડા ચર્ચા કરી ભવન પર કોચિંગ ક્લાસ ચલાવો હોય તેના માટે અંગ્રેજી ટીચર ને રાખવાની ચર્ચા કરી તારીખ 1/7/2022 થી અંગ્રેજી શિક્ષક વિદ્યાર્થીઓને ટીચિંગ કાર્ય કરવશે

 સમાજમાં પ્રવર્તતા ખોટા ખર્ચાઓ અને કુરિવાજો વિશે ચર્ચાઓ કરવામા આવી.

સમાજના નાનામાં નાના માણસને મદદરૂપ થવાની ચર્ચા કરવામાં આવી .

સમાજમાં એકતા સાધી ને આગળ વધવાની ચર્ચાઓ થઈ

સમાજના બાળકોને શિક્ષણ જગતમાં આગળ વધવા તેમને માર્ગદર્શન પૂરું પાડવાની ચર્ચાઓ થઈ

સમાજના પ્રતિનિધિઓ સાથે સમાજ ઉત્થાનના કાર્ય કરવા માટે સંકલન કરીને આગામી મિટિંગમાં તેમને બોલાવવાની ચર્ચાઓ થઈ

આવનાર 9મી ઓગસ્ટ (વિશ્વ આદિવાસી દિવસ) નીજવણી ની ચર્ચાઓ કરવામાં આવી

 ભવન પર જરૂરિયાત મુજબની સાધનસામગ્રી લાવવાની ચર્ચાઓ કરવામાં આવી

 ભાવનગર library શરૂ કરવામાં આવી તેમાં વધુ ને વધુ બાળકો ભાગ લઇ ને પોતાની કારકિર્દી બનાવે તેની ચર્ચાઓ કરવામાં આવી

છેલ્લે શ્રી રાજેશભાઈ ભાભોર દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યું અને સ્વરુચિ ભોજન લઈને છૂટા પડ્યા

Share This Article