સૌરભ ગેલોત
દેવગઢ બારિયા તાલુકાના સેવનિયા ગામે મોટરસાયકલ ઝાડ સાથે અથડાઈ: એકનું મોત:એક ઈજાગ્રસ્ત.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સેવનિયા ગામે એક મોટર સાયકલના ચાલકે પોતાના કબજાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા મોટરસાયકલ ઝાડ સાથે અથડાતાં મોટરસાયકલ પર સવાર બે પૈકી એકનું મોત નિપજયાનું જાણવા મળે છે.
ગત તારીખ 11મી જૂનના રોજ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વાખસીયા ગામે પટેલ ફળિયામાં રહેતા રાકેશભાઈ નવલસિંગ બારીઆ અને તેમની સાથે ધાનપુર તાલુકાના મોઢવા ગામે પટેલ ફળિયામાં રહેતા જયેશભાઈ બાબુભાઈ બારીઆ બંને જણા એક મોટરસાયકલ પર સવાર થઈ દેવગઢ બારિયા તાલુકાના સેવનિયા ગામેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે શંકરભાઈ એ પોતાના કબજાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા ઝાડ સાથે મોટરસાયકલ ધડાકાભેર અથડાઈ હતી જેને પગલે શંકરભાઈને શરીરે હાથે – પગે તેમ જ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલ જયેશભાઇ ને શરીરે ઈજાઓ પહોંચતા તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ સંબંધે ધાનપુર તાલુકાના વાખસીયા ગામે પટેલ ફળિયામાં રહેતા બાબુભાઈ નવલસિંહ બારીઆ દ્વારા સાગટાલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.