ગરબાડા તાલુકાના સાહડા ગામ ખાતે કુવામાં ખાબકેલા બળદ નું રેસ્ક્યુ કરવામાં આવ્યું

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા તાલુકાના સાહડા ગામ ખાતે કુવામાં ખાબકેલા બળદ નું રેસ્ક્યુ કરવામાં આવ્યું.

તા.૧૦, ગરબાડા

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના સાહડા ગામ ખાતે પાણી વગર ના બિસ્માર પડેલા કુવામાં એક બળદ ખાબકી પડયો હતો.કૂવામાં બળદ ખાબકી પડયો એવી માહિતી ઓલ એનિમલ રેસ્ક્યૂ ટીમના મેમ્બર રાજુભાઈ ડામોર ને મળી હતી

માહિતી મળતાની સાથે જ ઓલ એનિમલ રેસ્ક્યૂ ટીમના મેમ્બર રાજુ ભાઇ ડામોર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમના દ્વારા ફરતું દવાખાનું 1962 નો સંપર્ક કરવામાં આવ્યો હતો

જેમાં કુવામાં ખાબકેલા બળદનું દોરડા વડે બાંધી તેને બહાર કાઢવામાં આવ્યો હતો અને ફરતુ દવાખાનુ ના તબીબો દ્વારા બળદની ટ્રિટમેન્ટ કરવામાં આવી હતી

Share This Article