રાજેશ વસાવે ,દાહોદ
દાહોદ નગરપાલિકા તેમજ એમ.જી.વી.સી.એલ દ્વારા પ્રિમોન્સૂન અંતર્ગત વીજ લાઈન નડતા વૃક્ષોનું ટ્રિમિંગ કરાયું…
દાહોદ તા.8
દાહોદ નગરપાલિકા અને એમ.જી.વી.સી.એલ દ્વારા હાલ દાહોદ શહેરમાં પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં વીજ લાઇન પર આવતા વૃક્ષો તેમજ તેની ડાળીઓને કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન કામગીરીમાં દાહોદ નગરપાલિકા અને દાહોદ એમજીવીસીએલ વિભાગ સફાળે જાગી પ્રિમોન્સૂન ની કામગીરી હાથ ધરી છે જેમાં દાહોદ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે દેસાઈ, સ્ટેશન રોડ, ગોવિંદ નગર બુરહાની સોસાયટી નવજીવન મિલ રોડ, ગોધરા રોડ, દોલતગંજ બજાર, દર્પણ સિનેમા રોડ, ઈસલામપુરા પડાવ, હનુમાન બજાર સહકાર નગર તથા તમામ વિસ્તારોમાં આજરોજ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો અને વીજ લાઈન ઉપર આવતા વૃક્ષો તેમજ વૃક્ષોની ડાળીઓ ને નિકંદન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે બીજી તરફ વૃક્ષો ની ડાળીઓ નિકંદન થતાં કેટલાક પ્રકૃતિ પ્રેમીઓમાં નારાજગી પણ જોવા મળી હતી તો બીજી તરફ શું આ કામગીરીને વૃક્ષોના નિકંદન સિવાય અન્ય રીતે કરી ન શકાય તેવા પ્રશ્નો પણ શહેરવાસીઓ માં ઉઠવા પામ્યા હતા.
