સુમિત વણઝારા
દાહોદ શહેરમાં રખડતાં કૂતરાંઓનો આતંક : હોમગાર્ડ સહિત સાત થી આઠ વ્યક્તિઓને બચકાં ભર્યા…
દાહોદ તા.08
દાહોદ શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. હોમગાર્ડ જવાન સહિત 7 થી 8 વ્યક્તિઓને કૂતરાઓએ કરડતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
દાહોદ શહેરમાં રખડતા કૂતરાઓનો આંતક વધતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ગત રોજ રખડતા કરતા કુતરાઓએ રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પોતાનો શિકાર બનાવ્યો હતો અને એ બચકા ભરતા સાતથી આઠ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી જેમાંથી એક દાહોદ રૂલર પોલીસ મથકે હોમ ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક કર્મચારીને પણ કૂતરાએ બચકા ભરતા તેઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દાહોદમાં રખડતાં કૂતરાંઓનો આતંક વધતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.