ઝાલોદ તાલુકાના મુંડાહેડા માં 14 વર્ષની સગીરાએ ઝાડ પણ ઓઢણા વડે ગળે ફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું…

Editor Dahod Live
1 Min Read

સુમિત વણઝારા

 

ઝાલોદ તાલુકાના મુંડાહેડા માં 14 વર્ષની સગીરાએ ઝાડ પણ ઓઢણા વડે ગળે ફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું…

 

14 વર્ષની સગીરાનું આત્મહત્યા કરવાનું કારણ અકબંધ…

દાહોદ તા.૦૧

 

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામે એક ૧૪ વર્ષીય સગીરાએ અગમ્યકારણોસર ઝાડ પર ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

 

ગત તા.૩૦મી મેના રોજ ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામે સાજા ફળિયામાં રહેતા ૧૪ વર્ષીય અસ્મિતાબેન કલ્પેશભાઈ બિલવાળે અગમ્યકારણોસર સાજા તળાવના કિનારે આવેલ તેમના ખેતરના છેડા ઉપર આવેલ એક ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. ૧૪ વર્ષીય સગીરાના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસે મૃતક સગીરાના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં.

 

આ સંબંધે ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામે સાજા ફળિયામાં રહેતાં હુરસીંગભાઈ સમસુભાઈ બિલવાળે ચાકલીયા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article