Wednesday, 05/02/2025
Dark Mode

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બનાવેલ શૌચાલયના બિલ પેટે 11 હજાર રૂપિયાની લાંચ લાંચ લેતા ઇન્ચાર્જ સુપરવાઇઝરને ઝડપી પાડતી દાહોદ એસીબી: અન્ય એક ભાગી છૂટવામાં સફળ

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બનાવેલ શૌચાલયના બિલ પેટે 11 હજાર રૂપિયાની લાંચ લાંચ લેતા ઇન્ચાર્જ સુપરવાઇઝરને ઝડપી પાડતી દાહોદ એસીબી: અન્ય એક ભાગી છૂટવામાં સફળ

જીગ્નેશ બારીઆ @ દાહોદ 

દાહોદ તા.૨૨
લીમખેડા તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ એક વ્યક્તિનો મહાત્મા ગાંધી સ્વચ્છ ભારત મીશન અંતર્ગત સૌચાલય બનાવ્યાના બિલ પેટે રૂ.૧.૨૦ લાખનો ચેક નીકળતો હોય આ ચેકના બદલામાં આ કચેરીમાં નોકરી કરતાં અને સીંગવડ તાલુકા પંચાયતના ઈન્ચાર્જ રૂ.૧૧ હજાર પાઁચસોંની લાંચ લેતા દાહોદ એસીબી ટ્રેપના હાથે રંગેહાથે ઝડપાઈ ગયો હતો તેમજ અન્ય એક સાથી કર્મચારી રેડ જોઈ ભાગી છૂટતા સરકારી બાબુઓમાં ફફડાટ સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા તાલુકાના વડેલા ગામના નિશાળ ફળીયાના રહેવાસી અને લીમખેડા તાલુકા પંચાયત કચેરીમાં 11 માસના કરાર આધારિત નોકરી કરતાં અને સીંગવડ તાલુકામાં પંચાયતમાં ઈન્ચાર્જ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતાં ચંદ્રસિંહ ગોપસીંહ પટેલ તેમજ દેવગઢ બારીઆ તાલુકાના સાલિયા ગામના ખરોડ ફળીયાના રહેવાસી અને સીંગવડ તાલુકા પંચાયતમાં એકાઉન્ટ આસી.(હિશાબનીસ), બીનવર્ગીય તરીકે ફરજ બજાવતા હરેશકુમાર રતનસિંહ પટેલે સીંગવડ તાલુકાના પીપળીયા ગામ ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના અંતર્ગત LOB (લેફ્ટ આઉટ બેનીફીશરીઝ) કુટુંબ માટે વ્યકિતગત શૌચાલયનું બાંધકામ કરવા માટે ગ્રામ પંચાયત સાથે થયેલ એમ.ઓ.યુ મુજબ કુલ ૯૯ શૌચાલયનું બાંધકામ ઓમ સાંઇ મહિલા મંડળ પીપળીયાએ કરવાનું હતું. આ મંડળના પ્રમુખ તરીકે ફરી.શ્રીના પત્ની તથા મંડળના મંત્રી તરીકે, કવિતાબેન કામ કરે છે. તા.પં.કચેરી સીંગવડ તરફથી મળેલ વર્કઓર્ડર મુજબ ૧૦ શૌચાલયો એક માસમાં તૈયાર કરવામાં આવેલ ૧૦ શૌચાલયના ૧,૨૦,૦૦૦નો ચેક લેવાનો નીકળતો હોય.આ સંદર્ભે વ્યક્તિ પાસે લાંચની માંગણી કરી હતી પરંતુ લાંચની રકમ ન આપવા ઈચ્છતા વ્યક્તિએ દાહોદ એસીબીનો સંપર્ક સાંધી આ તમામ સઘળી હકીકતથી વાકેફ કરતાં દાહોદ એસીબીની ટીમે આ સંદર્ભે આજરોજ સીંગવડ તાલુકા પંચાયત ખાતે છટકુ ગોઠવ્યું હતુ. આ છટકામાં જેવા પંચાયત સુપરવાઈઝર ઈન્ચાર્જ ચંદ્રસિંહ ગોપસીંહ પટેલ રૂ.11, 000 તેમજ સાથી કર્મચારીના 500 મળી કુલ 11, 500ની લાંચ લેતા એસીબી પોલીસના હાથે રંગેહાથે ઝડપાઈ ગયા હતા ત્યારે તાલુકા પંચાયતમાં એકાઉન્ટ આસી.(હિશાબનીસ), બીનવર્ગીય તરીકે ફરજ બજાવતા હરેશકુમાર રતનસિંહ પટેલ એસીબીની રેડ જોઈ નાસી છૂટતા સિંગવડ તાલુકા પંચાયત સહિત દાહોદ જિલ્લા સરકારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

error: Content is protected !!