રાજેન્દ્ર શર્મા, દાહોદ
રાજસ્થાનના કોટાથી માતા-પિતા સાથે ઝઘડો કરી મિત્રને મળવા નીકળેલી સગીરા ભૂલી પડી..
દાહોદ રેલવે સ્ટેશને આરપીએફએ સગીરાને સાંત્વના આપી
અભયમની મદદથી માતા-પિતાનો સંપર્ક કરવાના પ્રયાસ

સગીરાએ તિજોરીમાંથી પૈસા ચોરી કર્યા:સગીરા પાસેથી બેંક પાસબુક, ભામાશા કાર્ડ, તેમજ 12,000 થી વધુ રોકડ મળી આવી
દાહોદઃ૨૭
રાજસ્થાન રાજ્યના કોટા જિલ્લાની એક ૧૪ વર્ષીય સગીરા પોતાના માતા – પિતાથી રિસાઈને ઘરેથી નીકળી કોઈ ટ્રેનમાં બેસી જતાં આ સગીરા દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી અને દાહોદ રેલ્વે સ્ટેશનની આરપીએફ પોલીસે સગીરાને રેલ્વે સ્ટેશને એકલી જાેતા તેની પુછપરછ કરતાં ઉપરોક્ત હકીકત આરપીએફ સમક્ષ રજુ થઈ હતી અને પોલીસે તાત્કાલિક ૧૮૧ અભયમનો સંપર્ક સાંધી સગીરાના માતા – પિતાનો પણ સંપર્ક સાંધવાનું ચાલુ છે અને ટુંક સમયમાં સગીરાને તેના માતા – પિતાને સોંપી દેવામાં આવશે તેમ પણ જાણવા મળી રહ્યું છે ત્યારે આ બનાવમાં વધુમાં જાણવા મળ્યાં અનુસાર, સગીરા તેના કોઈક મિત્રને મળવા ઘરેથી રવાના થઈ હતી અને મિત્રએ મળવાનું ના કહી દેતાં તે દાહોદ રેલ્વે સ્ટેશને આવી પહોંચી હતી.
રાજસ્થાનના કોટા જિલ્લાના લાડપુરા તાલુકાના કસારા ગામની ૧૪ વર્ષીય શિવાનીબેન હજારીલાલ ચાવડા આજરોજ તેમના માતા પીતા સાથે કોઈક બાબતે ઝગડો કર્યો હતો ત્યારબાદ માતા પીતાથી રિસાયલી શિવાનીએ તેના ઘરની તિજાેરીમાંથી ૩૨,૨૦૦ રૂપિયાની રોકડ રકમ, એક મોબાઈલ ફોન , બેન્ક પાસબુક, તિજાેરીની ચાવીઓ તેમજ અન્ય દસ્તાવેજાે સાથે ઘરેથી નીકલી કોટા રેલ્વે સ્ટેશને આવી હતી ત્યારબાદ ત્યાંથી તેના કોઈ મિત્ર જાેડે કસે જવાનુ નક્કી કર્યું હતું પરંતુ તે મિત્ર રેલ્વે સ્ટેશને ના આવતા તે નારાજ થઈ કોટાથી મુંબઈ જતી ટ્રેન નંબર ૧૨૯૦૪ ગોલ્ડન ટેમ્પલ મેલમાં બેસી ગઈ હતી ત્યારબાદ દાહોદ રેલ્વે સ્ટેશને ટ્રેન આવી પહોંચતા દાહોદ આરપીએફના જવાન એ. એસ.આઈ. પુનાભાઈની નજર જનરલ કોચના દરવાજા પાસે બેસેલી આ બાળકી પર જતા તેઓએ તે બાળકીને પૂછપરછ કરી હતી જાેકે તેઓને આ બાળકી અંગે શંકાઓ જતા એ. એસ. આઈ. પુનાભાઈએ આ બાળકીને ટ્રેનમાંથી ઉતારી દાહોદ આરપીએફ પોલીસ મથક પર લાવવામાં આવી હતી જ્યાં રેલ્વે પોલીસ ફોર્સના આઈપીએફ લીનેશ બૈરાગી દ્રારા આ બાળકીની પૂછપરછ કરતા સગલી હકીકત બહાર આવી હતી ત્યારબાદ દાહોદ આરપીએફે સમગ્ર બનાવની જાણ દાહોદ ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પ લાઈન અભયમ પર કરી હતી અને આ બાળકીને સ્ટેશન માસ્ટર તેમજ ઓન ડ્યુટી ટીટીઈ ની હાજરીમાં ૧૮૧ મહિલા હેલ્પ લાઈન ની સુપરવાઈઝર કમળા નિનામાને સોંપી દેવામાં આવી હતી જ્યાં આ બાળકીનું કાઉન્સેલિંગ કરી તેના માં બાપ જાેડે પુનઃ મિલન કરવાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
