
રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક..
દાહોદથી અજમેર જાન લઈને ગયેલી બસને રાજસ્થાનના ચિતોડગઢમાં નડ્યો અકસ્માત…
જાનૈયા ભરેલી બસમાં ચાલકને ઝોકુ આવતા નડ્યો અકસ્માત:17 જાનૈયા ઇજાગ્રસ્ત:4 ની હાલત ગંભીર..
લગ્ન કરીને પરત દાહોદ પરત આવતા સમયે નડ્યો અકસ્માત..
ખાનગી જાનૈયા ભરેલી બસ ઊભેલી ટ્રકમાં પાછળથી અથડાઈ: બસમાં બસમાં ૪૫થી ૫૫ જાનૈયા સવાર હતા..
અન્ય કેટલાક જાનેયાઓને ઓછી વત્તી ઇજાઓ પહોંચી.
ઈજાગ્રસ્ત જાનૈયાઓને ઉદયપુર સારવાર અર્થે ખસેડાયા..
દાહોદ તા.13
#paid promotion
[[ JOB VACANCY – Manujsar, Vadodara for FULL TIME
NEED 1 Accountant.
1 supervisor.
> Pls sent Resume on this WhatsApp no.
📞 Contact :7096577771 /9426250309.
દાહોદ થી રાજસ્થાનના અજમેર ખાતે જાન લઈને જતી ખાનગી લક્ઝરી બસને પરત ફરતી વેળાએ ચિત્તોડગઢ નજીક અકસ્માત નડયો હતો. જેમાં લક્ઝરી ગાડીના ચાલક ને ઝોકુ આવતા બસ ચોકડી પર ઉભેલી ટ્રકની પાછળથી ભરાઈ જતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બસમાં સવાર 17 જાનૈયાઓને ઇજાઓ પહોંચવા પામી છે. જે પૈકી એક બાળકી સહિત ચાર વ્યક્તિઓની હાલત નાજુક જણાતાં તેઓને વધુ સારવાર અર્થે ઉદયપુરના ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે.
દાહોદ શહેરમાં મારવાડી ચાલ ખાતે રહેતા મંગળ કાલુભાઈ સાંસીના પુત્ર બોબી લગ્ન અજમેર ખાતે નક્કી થયેલા હતા. જે બાદ ગત તારીખ 11 મીના રોજ દાહોદના લાબાના ટ્રાવેલ્સની લકઝરી 45 થી 55 જાનૈયાઓ ભરી અજમેર ખાતે ગયા હતા.જ્યાંથી પરત ફરતી વેળાએ રસ્તામાં ચિત્તોડગઢ નજીક રીઠોલા ચોકડી પાસે ઉભેલી ટ્રેલરમાં પાછળથી જોશભેર ટક્કર મારતા બસનો ક્લીનર સાઇડના ભાગના ફુરચા ઉડી ગયા હતા. સવારના સાડા ચાર વાગ્યાના આસપાસ બનેલી આ ઘટનામાં બસમાં સવાર 17 લોકોને ઈજાઓ પહોંચી હતી. જે પૈકી 4 ની હાલત નાજુક જણાતાં તેઓને સારવાર અર્થે ઉદયપુરના ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
અકસ્માત બાદ ભેગા થયેલા આસપાસના લોકો તેમજ ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા…
#paid promotion
શું આપ બેરોજગાર છો. તો આજે જ સંપર્ક કરો..
ગિરધર કુંજ અનાજ માર્કેટયાર્ડ,દાહોદ
[[ JOB VACANCY – DAHOD for FULL TIME
Accountant
At- Girdhar gunj Anaj market yard , Dahod
📞 Contact : 7096577771 / 9426250309
ચિત્તોડગઢ નજીક સવારના સવા ચાર વાગ્યા આસપાસ બનેલા આ માર્ગ અકસ્માતના બનાવમાં બસના એક બાજુનો ભાગ ના ફુરચા ઉડી ગયા હતા. તે સમયે અકસ્માત બાદ ભેગા થયેલા આસપાસના લોકોએ ત્યાંથી પસાર થતાં વાહનચાલકોએ ઇજાગ્રસ્તોને ભારે જહેમત બાદ બહાર કાઢયા હતા તેમજ તેઓને 108 મારફતે ખાનગી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા.
ચાલકને ઝોકુ આવતા અકસ્માત સર્જાયા હોવાનું અનુમાન..
અજમેરથી જાનૈયાઓને લઇને પરત ફરી રહેલી લબાના ટ્રાવેલ્સ બસનો ચાલક 45 થી 55 જેટલાં જાનૈયાઓને લઇ પરત આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં ચિત્તોડગઢ નજીક રીઠોલા ચોકડી પાસે ઉભેલા ટ્રેલરમાં લક્ઝરી બસ પાછળથી જોશભેર અથડાઈ જતા ગરમ થવા અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલકને ઝોકું આવ્યું હોવાથી આ અકસ્માત સર્જાયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા જાનૈયાઓને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા:ચારને ઉદેપુર મોકલાયા..
અકસ્માતમાં કુલ 17 જેટલાં જાનૈયાઓ ઈજાગ્રસ્ત થતાં તેઓને 108 મારફતે ચિત્તોડગઢના રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં મહિલાઓ તેમજ બાળકો પણ સામેલ હતા. ત્યારબાદ ટૂંકી સારવાર બાદ એક 15 વર્ષીય બાળકી સહિત ચાર જાનૈયાઓને હાલત નાજુક જણાતાં તેઓને વધુ સારવાર અર્થે ઉદયપુર ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.
માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા જાનૈયાઓની યાદી
(1) મયંક પ્રકાશ કુમાર 25 વર્ષીય
(2) રિતેશ બાબુ ભાઈ 25 વર્ષીય દાહોદ
(3) પિન્ટુ સુરેશભાઈ 40 વર્ષીય
(4) મનીષા કમલેશ ભાઈ 32 વર્ષીય
(5) પુષ્પા રિતેશ ગુમાની 20 વર્ષીય
(6) સોમાભાઈ ઓમ પ્રકાશ ભુરીયા 45 વર્ષીય દાહોદ
(7) સુરેશભાઈ સુરજભાઈ 50 વર્ષીય
રહેવાસી અમદાવાદ
(8) કરણ ભાઈ તેજ ભાઈ 25 વર્ષીય
(9) શર્મિંશા સુરેશ ગુમાણા 40 વર્ષીય કુબેરનગર,
(10) રાજવીર ભાઈ મનોજ ભાઈ 14 વર્ષીય
(11) યોગેશ મહેશ કુમાર ગુમાણા 45 વર્ષીય
(12) મનોજ ભાઈ રતન ભાઈ 25 વર્ષીય અમદાવાદ
(13) ગીરીશ ભાઈ મનોજભાઈ 25 વર્ષીય અમદાવાદ
(14) મનીષાબેન મનોજભાઈ 14 વર્ષીય
(15) અરુણ ભાઈ અમરેસ ભાઈ 20 વર્ષીય રહેવાસી બાસવાડા
(16) નરેશ ભાઈ તોલા ચંદ 20 વર્ષીય રહેવાસી બાસવાડા
(17) શ્રદ્ધા ભાઈ સંતોષ ભાઈ 35 વર્ષીય રહેવાસી દાહોદ