મઝહર અલી મકરાણી @ દેવગઢ બારીઆ
દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ગામે આવેલ ટોલ બુથ પર આજથી ફાસ્ટટેગ અમલીકરણ શરું થતાં વાહનોની કતારો જોવા મળી,અમુક વાહનોમાં ફાસ્ટ ટેગ હોવા છતાં તેમાં બેલેન્સ ના હોવાથી ટ્રાફીકમાં વધારો જોવા મળ્યો,મોટા વાહનોમાં અમૂક ટ્રક ચાલકો અને બસોમાં ફાસ્ટટેગ હોવાથી ટ્રાફીકમાં રાહત જોવા મળી,ડબલ ની જગ્યાએ હાલ એક તરફી ટોલ લેવામાં આવે છે.
દે.બારીઆ તા.15
કેન્દ્ર સરકારે 15 જાન્યુઆરીથી ફાસ્ટટેગ દ્વારા ટોલટેક્સ ફરજિયાત કર્યો છે. અગાઉ 15 ડિસેમ્બરથી ફાસ્ટટેગ ફરજિયાત કરાયો હતો પરંતુ એક મહિનો મુદ્દત વધારી હતી. જે મુદત આજથી પૂરી થતી હોવાથી જો કોઈ વ્યક્તિ પોતાના વાહનમાં આ ફાસ્ટેગ નહીં લગાવે તો તેણે ડબલ ટોલ ચૂકવવો પડશે. જે અનુરૂપ આજથી ટોલટેક્સ બુથ માટે ફાસ્ટટેગ અમલી બનતા દાહોદ જિલ્લાના દેવગઢબારીઆ તાલુકાના ભથવાડા ગામે (અમદાવાદ થી ઇન્દોર હાઈવે નંબર 47) આવેલ ટોલટેક્સ બુથ પર વાહનોની કતારો જોવા મળી હતી. પરંતુ ટોલ બુથ પર ફાસ્ટ ટેગની લાઈન પર ફાસ્ટેગ થી ટોલ વસૂલવામાં આવતો અને કેશની (ડબલ ની જગ્યાએ) એક તરફી ટોલ વસૂલ કરવામાં આવતો હતો. અને ફાસ્ટટેગ માટે ટોલ બુથની બન્ને બાજુએ ફાસ્ટટેગ મળી રહે તે માટે ફાસ્ટટેગ સ્ટોલ મૂકવામાં આવ્યા હતા. જેનાથી તરત વાહન ચલોકોને ફાસ્ટટેગ મળી રહે અને વાહન ચાલકોને ડબલ ટોલ ટેક્સ થી અને કેશની લાંબી લાઈનમાં ઊભા રહેવામાં રાહત મળી રહે.