ફતેપુરા તાલુકામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે પ્રાથમિક શાળાઓમાં પણ પતંગ દોરા નું વિતરણ કરાયું

Editor Dahod Live
1 Min Read

હિતેશ કલાલ @ સુખસર 

નાલંદા પબ્લિક સ્કૂલમાં પતંગોત્સવની ઉજવણી કરાઈ,ફતેપુરા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પણ પતંગ દોરા નું વિતરણ કરાયું­

સુખસર તા.13

ફતેપુરા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ઉતરાયણ પર્વને લઇ પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ શાળામાં પતંગો ઉડાવીને ઉત્સાહભેર ઉજવણી કરી હતી

         ફતેપુરા તાલુકામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓ ખાનગી શાળાઓ માધ્યમિક શાળાઓમાં ઉતરાયણ પર્વ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પતંગ અને દોરા નું વિતરણ કરવામાં આવ્યું હતું  નાલંદા પબ્લિક પ્રાઇમરી સ્કૂલમાં પણ આચાર્ય નીરૂબેન મુનિયા ના માર્ગદર્શન હેઠળ પતંગોત્સવની ઉજવણી કરાઇ હતી. શાળાના વિદ્યાર્થીઓએ પતંગ ઉત્સવ નિમિત્તે મેદાનમાં પતંગનું ચિત્ર પ્રસ્તુત કર્યું હતું .

અન્ય સરકારી પ્રાથમિક શાળાઓ અને ખાનગી શાળાઓમાં પણ નાના ભૂલકાઓ દ્વારા પતંગ ઉડાડીને ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Share This Article