Saturday, 12/07/2025
Dark Mode

કલ્પવૃક્ષમાંથી ખરતા મોતી:રૂ. 25ના કિલો મહુડાના ફૂલ વીણીને રોજગારી મેળવતા આદિવાસીઓ

April 7, 2022
        1052
કલ્પવૃક્ષમાંથી ખરતા મોતી:રૂ. 25ના કિલો મહુડાના ફૂલ વીણીને રોજગારી મેળવતા આદિવાસીઓ

રાજેશ વસાવે દાહોદ

કલ્પવૃક્ષમાંથી ખરતા મોતી:રૂ. 25ના કિલો મહુડાના ફૂલ વીણીને રોજગારી મેળવતા આદિવાસીઓ

 

વનરાજીથી ઘેલાયેલા દાહોદ જિલ્લામાં જંગલોની ગૌણ પેદાશમાં વાંસ, ઘાસ, ટીંબરૂના પાન, મહુડાના ફુલ, ડોળી વિગેરે મુખ્‍ય છે.મહુડાનું વૃક્ષ આદિવાસી વિસ્તારમાં કલ્પવૃક્ષ સમાન ગણાય છે. હાલ મહુડાની સીઝન પૂરભરમાં ખીલી છે. વૃક્ષ ઉપરથી મોટી સ્વરૂપે પાટલા ફૂલ વીણીને હાલ આર્થિક ઉપજે મેળવાઈ રહી છે. હાલ મહુડાના વૃક્ષ ઉપર ફૂલ લાગી ગયા છે.મોટા પ્રમાણમાં ફૂલો વૃક્ષો ઉપરથી ખરે છે.જેને દરરોજ ત્રણથી ચાર કલાકની મહેનત કરી વીણ્યા બાદ સુકવીને વેચવામાં આવે છે. ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મહુડાના વૃક્ષ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.

 

જેમાં ધાનપુરના રતનમહાલ, ધાનપુરથી દેવગઢ બારિયા જતાં રસ્તે અને દેવગઢ બારિયાના સાગટાળા વિસ્તારમાં મહુડાના વૃક્ષ જોવા મળે છે. મહુડાના ફુલ વીણીને આ સીઝનમાં સંખ્યાબંધ પરિવારો રોજગારી મેળવી રહ્યા છે. હાલ મહુડાના વૃક્ષ ઉપરથી પડેલા ફુલ મોતી જેવી આભા સર્જે છે અને ખરેખર આ સીઝનમાં ધાનપુર અને સાગટાળા વિસ્તારની પ્રજા માટે તે મોતી સમાન જ સાબિત થઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!