ફતેપુરા કોંગ્રેસ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર બાબતે ધરણા યોજ્યા

Editor Dahod Live
1 Min Read

હિતેશ કલાલ @ફતેપુરા 

ફતેપુરા કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર બાબતે ધરણા નો કાર્યક્રમ યોજાયો.ઘાણીખુટ ગામે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મીટીંગ યોજાઇ હતી

સુખસર તા.8

  ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઘાણિખુટ ગામ એ બુધવારના રોજ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ વિવિધ મુદ્દે ચર્ચાઓ કરી હતી તેમ જ વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર બાબતે  હાઇવે પર ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

        ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઘાણિખુટ ગામે બુધવારના રોજ થોડા સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતે મીટીંગ રાખવામાં આવી હતી તેમજ અમદાવાદમાં ABVP દ્વારા NSUI ના કાર્યકરો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું તેમજ જે.એન.યુ ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા બાબતે અમાનુષી અત્યાચાર ના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઘાણીખુટ ગામે હાઈવે પર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવી ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાનો કાર્યક્રમ કર્યો હતો. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિરીટભાઈ પટેલ ઉપપ્રમુખ રઘુભાઈ મછાર ફતેપુરા તાલુકા કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદભાઈ પરમાર યુથ કોંગ્રેસના ઘનશ્યામભાઈ મછાર મૌલિકભાઈ પારગી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

Contents
Share This Article