સુખસર બલૈયા ફતેપુરામાં CAA “નાગરિક અધિકારીતા બિલ”બાબતે ભાજપા દ્વારા રેલી યોજાઇ

Editor Dahod Live
2 Min Read

હિતેશ કલાલ @ સુખસર 

સુખસર બલૈયા ફતેપુરામાં નાગરિક અધિકારીતા બિલ  બાબતે ભાજપા દ્વારા રેલી યોજાઇ.બાંગ્લાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં  નાગરિકો પર અત્યાચાર થયા છે: મંત્રી ખાબડ

સુખસર તા.06

ભારત દેશના વડાપ્રધાન દ્વારા નાગરિક સંશોધન અધિકારીતા 2019 બનાવીને ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ અર્પી છે આ નાગરિકતા સંશોધન કાયદાને સમર્થન માટે ફતેપુરા તાલુકાના સુખસર બલૈયા ફતેપુરા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને ત્યાં લખી રેલી યોજવામાં આવી હતી.

ફતેપુરા સુખસર બલૈયા ખાતે રવિવારના રોજ વિવિધ કાર્યક્રમો યોજીને નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 ના કાયદા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બીલ બનાવવા બદલ સમર્થન આપવામાં આવ્યું હતું જેમાં ઝાલોદ ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા જનસંપર્ક કરી રેલી યોજવામાં આવી હતી ફતેપુરા તાલુકામાં મંત્રી બચુભાઇ ખાબડ દ્વારા સભા કરવામાં આવી હતી અને કાર્યકર્તાઓ સાથે જનસંપર્ક રેલી કાઢવામાં આવી હતી જ્યાં ઠેરઠેર તેમનું સ્વાગત કરાયું હતું કાર્યકર્તાઓ દ્વારા નાગરિકતા સંશોધન અધિનિયમ કાયદાને સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને લખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં  મંત્રી બચુભાઇ ખાબડ  દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ અમલીયાર , મહિલા કાર્યકર્તા જલ્પાબેન, નીલમબેન ,ચેરમેન પ્રફુલભાઈ ડામોર, તાલુકા સભ્ય રમેશભાઈ કટારા સુખસર ના સરપંચ નરેશભાઈ કટારા ફતેપુરા ભાજપાના મહામંત્રી એન ઝેડ ભગોરા જાલુ ભાઈ સંગાડા  જીતુ બાપુ પંકજભાઈ પંચાલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગ્રામજનો જનસંપર્ક રેલીમાં જોડાયા હતા. જેમાં જણાવાયું હતું કે ૨૬ સપ્ટેમ્બરે 1947ની પ્રાર્થના સભામાં મહાત્મા ગાંધીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં રહેતા હિંદુ અને શિખ સમુદાયના લોકો જો ત્યાં ન રહેવા માંગતા હોય તો તેમને ભારતમાં આવવાનો સંપૂર્ણ અધિકાર છે અને આ ભારત સરકાર નું કર્તવ્ય છે.

Share This Article