Friday, 22/11/2024
Dark Mode

ફતેપુરા તાલુકાની આંગણવાડીઓમાં મીટીંગના નામે થતું કર્મચારીઓનું શોષણ

ફતેપુરા તાલુકાની આંગણવાડીઓમાં મીટીંગના નામે થતું કર્મચારીઓનું શોષણ

ફતેપુરા તાલુકાની આંગણવાડીઓમાં મીટીંગના નામે થતું કર્મચારીઓનું શોષણ,ફરજના સમય દરમ્યાન જ મીટીંગોમાં બોલાવી લેતા આંગણવાડીઓ બંધ કરવાની થતી ફરજ,એક મહિનામાં આઠથી દસ વાર મીટીંગ ના નામે સુખસર અને ફતેપુરા બોલાવાય છે: વર્કર બહેનો

સુખસર તા.

     ફતેપુરા તાલુકામાં ઘટક એક અને ઘટક બેમાં 297 જેટલી આંગણવાડીઓ કાર્યરત છે. આ આંગણવાડીઓમાં ફરજ બજાવતા વર્કર બહેનો ને ચાલુ ફરજ દરમિયાન મીટીંગ ના નામે વારંવાર બોલાવી લેવાતા આંગણવાડીઓ બંધ રાખવામાં આવતી હોવાની બૂમો ઉઠવા પામી છે મહિનામાં આઠ થી દસ વાર સુખસર અને ફતેપુરામાં મીટીંગ ના નામે બોલાવવામાં આવતા હોવાનું વર્કર બહેનો એ જણાવ્યું હતું

                    ફતેપુરા તાલુકામાં ઘટક એક અને ઘટક બેમાં થઈ 297 જેટલી આંગણવાડીઓ કાર્યરત છે આ આંગણવાડીઓમાં ઝીરો થી 6 વર્ષ સુધીના બાળકો કિશોરીઓ સગર્ભા બહેનો ધાત્રી માતાઓ ને કુપોષણમુક્ત રાખવા માટે પ્રોટીન યુક્ત નાસ્તો તથા ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે. તાલુકામાં આંગણવાડીઓમાં નોંધાયેલ સંખ્યા મુજબ ખાદ્ય સામગ્રીની ફાળવણી કરાઈ છે પરંતુ આંગણવાડીમાં ગણ્યાગાંઠ્યા લાભાર્થીઓને લાભ અપાતો હોવાની પણ વારંવાર બૂમો ઊઠી રહી છે છેલ્લા અઠવાડિયાથી કેટલીક આંગણવાડીઓ ની મુલાકાત દરમિયાન ગણ્યાગાંઠ્યા બાળકો જ આવતા હોવાનું નજરે પડયું હતું તેમજ મેનુ પ્રમાણે નાસ્તો પણ આપવામાં આવતો ન હોવાનું પણ જાણવા મળ્યું હતું કેટલીક આંગણવાડીઓમાં સમય દરમિયાન પણ વર્કરોને મીટીંગો ના નામે વારંવાર તાલુકા કક્ષાએ તેમ જ સુખસર ખાતે બોલાવી લેવામાં આવતી હોવાની પણ રજૂઆતો થઇ હતી જેમાં મિટિંગમાં જતાં આંગણવાડીઓને તાળા મારી દેવાય છે જેથી ગામડાના બાળકો તથા અન્ય લાભાર્થીઓ ને સરકારના વિવિધ યોજનાઓથી વંચિત રહેવાનો વારો આવ્યો છે મહિનામાં આઠ થી દસ વાર ના નામે બોલાવતા હોવાનું વર્કર બહેનો દ્વારા જણાવાયું હતું. જેથી મીટીંગો ના નામે થતું શોષણ અટકાવવાય અને આંગણવાડીના લાભાર્થીઓને પૂરતો લાભ મળે તેવી વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા કરવી જોઈએ.આ બાબતે કેટલીક વર્કર બહેનો ને પુછપરછ કરતા તેઓએ જણાવ્યું કે સુખસર અને ફતેપુરામાં મીટીંગ જે તાલીમ છે એવું જણાવીને બોલાવાઈ છે જેથી અમો ચાલુ સમય દરમ્યાન ત્યાં જતા રહીએ છીએ અમારા ગયા બાદ તેડાગર પણ આંગણવાડી બંધ કરીને જતી રહે છે. ના જઈએ તો પણ અધિકારીઓ અમને ઠપકો આપે છે.આ બાબતે સુપરવાઇઝર જોડે વાત કરતા તેઓએ જણાવ્યું કે બહેનોને મોબાઈલ ની તાલીમ આપવામાં આવે છે તેમજ આખા મહિનાની બાળકોના કરેલા વજન ઘર મુલાકાત અન્ય બહેનો ની માહિતી જેવી માહિતી ઓનલાઈન કરવાની હોય છે તેઓ દ્વારા માહિતી પૂરી કરવામાં આવતી ન હોવાથી મિટિંગમાં બોલાવીને માહિતી પૂરી  કરાવીએ છીએ તેમ જણાવ્યું હતું 

error: Content is protected !!