Friday, 22/11/2024
Dark Mode

ખોરાકી ઝેરની અસરમાં બીમાર પડેલી માદા દીપડીની સારવાર કરતુ વનવિભાગ

ખોરાકી ઝેરની અસરમાં બીમાર પડેલી માદા દીપડીની સારવાર કરતુ વનવિભાગ

નીલ ડોડીયાર @ દાહોદ 

દેવગઢ બારીયાના નાથુડી ગામે બીમાર પડેલી માદા દીપડી ગ્રામજનોના નજરે પડતા ગામના આગેવાનો દ્વારા વનવિભાગને જાણ કરાતાં પશુપાલનઅધિકારી તેમજ વનવિભાગનો કાફલો તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી બીમાર પડેલ માદા દીપડીની સારવારમાં જોતરાઈ ગયા હતા.

દેવગઢબારિયા ખાતેના નાથુડી ગામેથી માદા દિપડાને પકડી પશુપાલન ખાતુ તેમજ વનવિભાગ મારફતે બીમાર દીપડીને બામરોલી નર્સરી ખાતે લાવી સારવાર આપવામાં આવી પ્રાથમિક તબક્કે આ દીપડી દ્વારા કોઈ ઝેરી પદાર્થ ખાવામાં આવી ગઈ હોવાનું માલૂમ પડેલ છે સારવાર બાદ થોડો ફેરફાર જણાય છે વધુ નિદાન માટે પશુ ચિકિત્સા મહાવિદ્યાલય આણંદ ખાતે આવતીકાલે સવારે મોકલી જરૂરી સારવાર કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. 

error: Content is protected !!