જીગ્નેશ બારીઆ,દીપેશ દોષી @ દાહોદ
ફતેપુરા તાલુકામાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચારની વધુ એક પોલીસ ફરિયાદ એ.સી.બી ગાંધીનગરમાં નોંધાતા ખળભળાટ ,વર્ષ ૨૦૧૫/૧૬ માં ગૌચરની જમીનના નામે રાજ્યકક્ષાએથી 65.44 લાખ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી થઈ હતી.એ.સી.બી ગાંધીનગર દ્વારા સાત ગ્રામ પંચાયતોમાંની તપાસ શરૂ કરાતાં સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા ભ્રષ્ટાચારી તત્વોમાં ફેલાયો ફફડાટ
દાહોદ તા. 19
ફતેપુરા તાલુકા માં વર્ષ 2015/16માં ગૌચરની જમીનમાં રાજ્ય સરકાર ની વિવિધ યોજના અંતર્ગત વિકાસ કાર્યો કામગીરી માટે 65.44 લાખ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી.જેમાં કોઈપણ જાતના વિકાસ કાર્યોં કર્યા વગર આ ગ્રાન્ટ સગેવગે થઈ હોવાની સટીક માહિતી ગાંધીનગર એસીબીને મળતા તે અંગેની તપાસ દરમિયાન ગ્રામ પંચાયતોમાં ગેરરીતી આચરાયો હોવાની સ્ફોટક માહિતી સપાટી પર આવતા ગાંધીનગર એસીબીમાં આ ભ્રષ્ટાચાર બાબતની ફરિયાદ નોંધાઇ હતી જેમાં તાલુકા ની સાત ગ્રામ પંચાયતોની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
ફતેપુરા તાલુકામાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળવિકાસના કામો લક્ષી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે જેમાં અગાઉના સમયમાં અનેક ભ્રષ્ટાચારો થયા હોવાનો પર્દાફાશ થયો હતો જ્યારે વધુ એક ગૌચર જમીન નામે ભષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ગાંધીનગર એસીબીમાં નોંધાઇ હતી ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનના ફરિયાદ થયેલ માહિતી અનુસાર ગૌચર સુધારણા યોજના હેઠળ ગોચરની જમીનમાં ઘાસચારાનો વિકાસ કરવાની યોજના હેઠળ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2015 /16 માં ગ્રાન્ટની ફાળવણી કરાઈ હતી ગ્રામ પંચાયતો દ્વારા કરાયેલ ઓનલાઇન અરજીના અનુસંધાને ગ્રાન્ટ ફાળવી હતી જેમાં ફતેપુરા તાલુકાની સાત જેટલી ગ્રામ પંચાયતોમાં એ.સી.બી ગાંધીનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે એ.સી.બી ગાંધીનગર ના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન જાદવ દ્વારા તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા સાત ગ્રામ પંચાયતના આ યોજના હેઠળ વપરાયેલ ગ્રાન્ટના બીલો તથા દસ્તાવેજી પુરાવાની તાત્કાલિક માહિતી માંગવામાં આવી હતી.ત્યારે એસીબી પોલીસ સ્ટેશન ગાંધીનગરમાં ગુના રજીસ્ટર નંબર 5/2019 ઇ પી કો કલમ 409 તથા ભ્રષ્ટાચાર નિવારણ(સુધારા)અધિનિયમ ૨૦૧૮ ની કલમ ૧૩( 1) મુજબ ગુનો દાખલ થયો હતો.
બોક્સ
ગ્રામ પંચાયતો ફાળવેલ ગ્રાન્ટ
કરમેલ 9.80 લાખ
છાલોર 8.34 લાખ
ઘુઘસ 9.80 લાખ
મારગાળા 8.10 લાખ
જલાઈ 9.80 લાખ
કઠલા 9.80 લાખ
વાસીયાકુઈ 9.80 લાખ