Friday, 22/11/2024
Dark Mode

નાની ખજૂરી પ્રાથમિક શાળાના ૬ ઓરડાઓ નું ખાત મુહૂર્ત-ભૂમિપૂજન રાજ્ય કક્ષાના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ

નાની ખજૂરી પ્રાથમિક શાળાના ૬ ઓરડાઓ નું ખાત મુહૂર્ત-ભૂમિપૂજન રાજ્ય કક્ષાના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ

 નરવતસિંહ પટેલીયા @ દેવગઢ બારીયા 

નાની ખજૂરી પ્રાથમિક શાળાના ૬ ઓરડાઓ નું ખાત મુહૂર્ત-ભૂમિપૂજન રાજ્ય કક્ષાના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ ના હસ્તે કરવામાં આવ્યું

દેવગઢ બારીયા તા.02

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની નાની ખજુરી પ્રાથમિક શાળામાં નવા ૬ ઓરડાના બાંધકામ નું ખાત મુહુર્ત-ભૂમિપૂજન તારીખ ૦૨/૧૨/૨૦૧૯ના રોજ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડના હસ્તે કરવામાં આવ્યું હતુ . જેમાં તાલુકાના મંત્રીઓ, પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, આજુબાજુ ના સરપંચ શ્રીઓ , તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો, પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો તથા ગામના આગેવાનો, વાલીઓ, શિક્ષકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ તબક્કે શ્રી બચુભાઈ ખાબડ સાહેબ એ શિક્ષણ નું મહત્વ સમજાવ્યું તથા સરસ્વતી ના પાવન મંદિર માં ખૂબ સારી સવલતો મળે તે માટે ના સરકાર ના પ્રયત્નો ની ચર્ચા કરી હતી. શિક્ષણ માટે હાલની સરકાર ખૂબ સંવેદનશીલ છે તથા જ્ઞાનકુજ પ્રોગ્રામ થકી બાળકો દેશ વિદેશ ની શિક્ષણ પદ્ધતિ ઓથી ખૂબ આગળ વધશે એવી આશા વ્યક્ત કરી હતી.

આ તબક્કે ગામના સરપંચ અને ભાજપ દેવગઢ બારિયાના મહામંત્રી કરણસિંહ એ પટેલ ₹45,00,000/- ના ગામની શાળામાં બનનાર નવાં ઓરડાઓ માટે ખાસ આભાર વ્યક્ત કર્યો હતો અને શાળા ના આ બાંધકામ માટે આશિષ જૈન ઈજનેર એસ એસ એ, દાહોદ તથા રા. ક. મંત્રી બચુભાઇ મગનભાઇ ખાબડ નો સવિશેષ આભાર માન્યો હતો. શાળા ના આચાર્ય એ પણ કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર માન્યો હતો.

error: Content is protected !!