Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના ઝેર ગામની મુખ્ય શાળાના શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરાઈ..

September 22, 2021
        1260
ફતેપુરા તાલુકાના ઝેર ગામની મુખ્ય શાળાના શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરાઈ..

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકાના ઝેર ગામની મુખ્ય શાળામાં શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી

શિક્ષક છેલ્લા દસ વર્ષથી શાળામાં માં ગેરહાજર રહેતા હોવાનું અરજીમાં આક્ષેપ કરવામાં આવેલ છે

ફતેપુરા તા.22

ફતેપુરા ઝૈર ગામના પૂર્વ સરપંચ શ્રી અને ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી

શિક્ષક વિરૂદ્ધ દિન દસમા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા તારીખ 4 10 2021 ના રોજ તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે
ફતેપુરા તાલુકાના ઝૈર ગામે આવેલ પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષક છેલ્લા દસ વર્ષથી શાળામાં ગેરહાજર રહેતા હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઝૈર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ઉજમાભાઈ પાંડોર અને ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હોવાનું જાણવા મળેલ છે મળતી માહિતી અનુસાર ઝેર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ઉજમાભાઈ પાંડોર અને ડેપ્યુટી સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા અરજીમાં જણાવ્યા અનુસાર ઝેર ગામે આવેલ મુખ્ય પ્રાથમિક શાળામાં છેલ્લા ૨૦ વર્ષથી નિમણૂક મેળવીને નોકરી કરતા શિક્ષક સચીન ભાઈ શાહ ગામના અંધારામાં રાખીને સતત દસ વર્ષથી ગેરહાજર રહેલ છે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડીપી ઈ ઓ શ્રી શિક્ષણ મંત્રીશ્રી એમ.ડી.એમ. કલેકટર .ને તારીખ 5 7 2021 ના રોજ અરજી આપેલ છે તેમ છતાં આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી તારીખ 15 9 2021 ના રોજ આ શિક્ષક દ્વારા શાળામાં માંદગીની અચોક્કસ રજા મૂકી ગાંધીનગર નવનિયુક્ત મંત્રીઓ જોડે જોવા મળે છે તેમના મંત્રીઓ જોડે ના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે તે જોવા મળે છે.આ બાબતે પણ ડીપીઈઓ શ્રી. ડી.ડી.ઓ. શ્રી દાહોદ ને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવેલ નથી જો આ શિક્ષક વિરૂદ્ધ દિન 10 માં કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે તારીખ 4 10 2021 ના સોમવાર ના રોજ સવારના 10:40 ને તાળાબંધી કરવામાં આવશેની અરજીમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!