
જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
લીમખેડા તાલુકાના રઈ ધાણકીયા ગામે ખેતરમાં તારની વાડ ફરતે જીવંત વીજ વાયર મુકતા એક વ્યક્તિનું વીજ કરંટથી મોત
દાહોદ તા.૦૮
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રઈ ધાણકીયા ગામે ત્રણ જણાએ એકબીજાના મેળાપીપણામાં એક ખેતરની ફરતે સેન્ટીંગના તાર બાંધી ચાલુ વિજ કરંટ મુકતા આ ચાલુ વીજના વાયરોને એક વ્યક્તિ અડી જતાં તેને બંન્ને પગે સખત કરંટ લાગતાં હાલ ઈજાગ્રસ્ત વ્યક્તિ નજીકના દવાખાને સારવાર અર્થે હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ગત તા.૦૪ સપ્ટેમ્બરના રોજ હિરાભાઈ છગનભાઈ ધાણકીયા, મંગાભાઈ ભાથુભાઈ મુંડેલ, મહમદભાઈ ઈસુલભાઈ દુધીયાવાલા (તમામ રહે. રઈ અને દેવગઢ બારીઆ) નાઓએ એકબીજાના મેળાપીપણામાં હિરાભાઈ અને મંગાભાઈના ખેતરની ફરતે સેન્ટીંગના તાર બાંધી ચાલુ વીજ કરંટ મુકતાં ત્યાંથી પસાર થઈ રહેલ પ્રતાપભાઈ શંકરભાઈ ધાણકીયાને બંન્ને પગે ચાલુ વીજ વાયર અડી જતાં એનો બંન્ને પગે સખત વીજ કરંટ લાગતાં તેઓને હાલ નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
આ સંબંધે ધાણકીયા રઈ ધાણકીયા ગામે રહેતાં ધીરસીંગભાઈ શંકરભાઈ ધાણકીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————-