
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં ફતેપુરા પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈની અધ્યક્ષતામાં મળેલ મીટીંગ
તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની મળેલ મીટીંગ
ફતેપુરા તા.06
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં ફતેપુરા પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈની અધ્યક્ષતામાં તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની મીટીંગ મળેલ હતી જેમાં ફતેપુરા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા ફતેપુરા મામલતદાર પી એન પરમાર તાલુકા વિકાસ અધિકારી ઠાકોર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી. સી.ડી.પી.ઓ. મેડમ કોમલ બેન દેસાઈ પી એસ આઇ સી
બી બરંડા તેમજ અમલીકરણ અધિકારી હાજર રહ્યા હતા તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની મિટિંગમાં ફતેપુરા નગરમાં તથા દબાણોનો મુદ્દો ની ગરમા ગરમ ચર્ચા થઈ હતી તેમજ સુખસર ગામે આવેલ નદીમા સુખસર ગામ નો ગ્રામજનો દ્વારા કચરો ઠાલવવામાં આવે છે જેથી નદીનું પાણી દુષિત થાય છે અને નદીનું વહેણ બંધ થઈ જવાની શક્યતા હોય નદીમાં કચરો નાખવાનું બંધ થાય તે માટેનુ આયોજન કરવું નજીકના દિવસોમાં ગણપતિ ના તહેવારો ની શરૂઆત થવાની હોય ગણપતી સ્થાપના માટે ની ચર્ચા તેમજ ચાર ફુટથી વધુ ઊંચાઈ ની ગણપતિ ની મૂર્તિ લાવવી નહિ સ્થાપના કરવી નહીં તેમજ હાલમાં ચાલતા કોરોનાવાયરસ ને લઈને શોભાયાત્રા કાઢવાની રહેશે નહીં તેની તમામ જવાબદારી આયોજકોની રહેશે તેમજ તાલુકામાં વિવિધ યોજનાઓના અધૂરા વિકાસ કામો પૂર્ણ કરવા માટે ની ચર્ચા વિચારણાના કરવામાં આવેલ હતી તેમજ તાલુકામાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન જટિલ વધતી જતી સમસ્યા ના નિકાલ માટેની ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી આમ ફતેપુરા તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની મીટીંગ ચર્ચા વિચારણાના અંતે પૂર્ણ જાહેર થયેલ હતી