Tuesday, 03/12/2024
Dark Mode

પંચાયત કચેરીની તાળાબંધીની ઇફેક્ટ,સફાળું જાગ્યુ તંત્ર: 32 દુકાનદારોને સાગમટે નોટિસ ફટકારાઇ

પંચાયત કચેરીની તાળાબંધીની ઇફેક્ટ,સફાળું જાગ્યુ તંત્ર: 32 દુકાનદારોને સાગમટે નોટિસ ફટકારાઇ

હિતેશ કલાલ @ સુખસર/સંજય કલાલ ફતેપુરા  

ફતેપુરામાં ગ્રામ પંચાયત ના શોપિંગ સેન્ટરના 32 દુકાનદારોને નોટિસ ફટકારાઈ, દિન બે માં કરાર રીન્યુ નહીં કરાવો તો દુકાન ખાલી કરવાની સૂચનાથી દુકાનદારોમાં દોડધામ, વર્ષ 2005થી કરાર પૂર્ણ થઈ ગયા છે: આડેધડ લેવાતું હતું ભાડું.

સુખસર તા.26

  ફતેપુરા નગરમાં જુના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગ્રામ પંચાયતના શોપિંગ સેન્ટરમાં આવેલી 32 દુકાનોના સંચાલકો દ્વારા પાંચ વર્ષનો કરાર પૂર્ણ થઈ ગયા બાદ પણ રીન્યુ કરાવતા ના હોવાથી ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા પંચાયતને તાળાબંધી કરાતા હરકતમાં આવેલા તંત્ર દ્વારા 32 દુકાનદારોને નોટીશ ફટકારી હતી અને સિનેમા ન કરાવે તો દુકાન ખાલી કરાવવાની સૂચના આપતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

  ફતેપુરા ગ્રામ પંચાયત સંચાલિત જુના બસ સ્ટેશન વિસ્તારમાં શોપિંગ સેન્ટર આવેલું છે જેમાં ૩૨ દુકાનો આવેલી છે આ દુકાનદારો ને વર્ષ 2000 ના દરમિયાન પાંચ વર્ષ માટે કરાર કરાયો હતો. જેને 19 વર્ષ જેવો સમય વિતી ગયો છતાં હજુ સુધી દુકાનદારો દ્વારા કરાર રિન્યુ કરાવવામાં આવ્યો ન હતો અને પંચાયતના સત્તાધીશો દ્વારા દુકાનદારો પાસેથી આડેધડ ભાડુ લેવામાં આવતું હોવાની પંચાયત સભ્યો દ્વારા રજૂઆત કરાઇ હતી તેમજ શોપિંગ સેન્ટર નું ભાડું વધારવા માટે તલાટી સરપંચને જાણ કરવા છતાં કોઇ કાર્યવાહી ન કરાતા સોમવારના રોજ ગ્રામ પંચાયતને તાળાબંધી કરવામાં આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી હરકતમાં આવેલા વહીવટીતંત્ર દ્વારા મંગળવારના રોજ હરકતમાં આવેલા વહીવટીતંત્ર દ્વારા મંગળવારના રોજ ૩૨ દુકાનદારોને નોટિસ ફટકારાઇ હતી જેમાં જવાનું જણાવ્યું હતું કે ૨૦૦૫ પછી રીન્યુ કરાર થયેલ નથી જેથી ગ્રામ પંચાયત ના નિયમ મુજબ ન્યુ કરાર કરી લેવો તેમજ દિન 2 માં દુકાન ખાલી કરી ગ્રામ પંચાયતને કબજો સોંપવાનો આદેશ કરાતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

error: Content is protected !!