Wednesday, 05/02/2025
Dark Mode

દાહોદ:ધાનપુરના ખજૂરીમાં પ્રેમી સાથે ભાગેલી પરણિતાને નિર્વસ્ત્ર કરી અત્યાચાર ગુજારનારા 19 લોકોને ધાનપુર પોલીસે ઝડપી જેલભેગા કર્યા

July 14, 2021
        898
દાહોદ:ધાનપુરના ખજૂરીમાં પ્રેમી સાથે ભાગેલી પરણિતાને નિર્વસ્ત્ર કરી અત્યાચાર ગુજારનારા 19 લોકોને ધાનપુર પોલીસે ઝડપી જેલભેગા કર્યા

 જીગ્નેશ બારીયા :- દાહોદ  

ધાનપુરના ખજૂરીમાં પ્રેમી સાથે ભાગેલી પરણિતાને તાલીબાની સજા આપી અત્યાચાર ગુજારવાના મામલાના ઘેરા પ્રત્યાઘાતો પડતા પોલીસ એક્શનમાં 

ધાનપુરના ખજૂરીમાં પ્રેમી સાથે ભાગેલી પરણિતાને નિર્વસ્ત્ર કરી અત્યાચાર ગુજારનારા 19 લોકોને ધાનપુર પોલીસે ઝડપી જેલભેગા કર્યા

મહિલાના પતિને ખબા પર બેસાડી વરઘોડો કાઢવામાં આવ્યો હતો.

દાહોદ તા.14

દાહોદ:ધાનપુરના ખજૂરીમાં પ્રેમી સાથે ભાગેલી પરણિતાને નિર્વસ્ત્ર કરી અત્યાચાર ગુજારનારા 19 લોકોને ધાનપુર પોલીસે ઝડપી જેલભેગા કર્યા

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામે ગતરોજ ચકચારી બનાવ બન્યો હતો જેમાં એક પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગી જતા તેને પતિ તથા સાસરિયાઓ તેમજ ગ્રામજનોના ૨૦થી વધુ ટોળાએ નિવસ્ત્ર કરી તેના ખભા ઉપર પતિને બેસાડી ગામમાં ફેરવી હતી. આ ઘટનાનો સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસે આ મામલે ૨૦થી વધુ વ્યક્તિઓના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ સંદર્ભે એકશનમાં આવેલી પોલીસે

દાહોદ:ધાનપુરના ખજૂરીમાં પ્રેમી સાથે ભાગેલી પરણિતાને નિર્વસ્ત્ર કરી અત્યાચાર ગુજારનારા 19 લોકોને ધાનપુર પોલીસે ઝડપી જેલભેગા કર્યા

#paid pramotion

Contact us :- sunrise public school

૧૯ જેટલા લોકોની આજરોજ અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી લીધાનું જાણવા મળે છે અને અન્યોના પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આવનાર દિવસોમાં અટકાયત કરવામાં આવેલ આ વ્યક્તિઓને કોર્ટમાં હાજર કરવાની પણ તજવીજ પોલીસે હાથ ધરી છે.

 

દાહોદ જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં હચમચાવી દેનાર તેવી ઘટના દાહોદ જીલ્લા આદિવાસી બાહુલ્ય ધરાવતા ધાનપુર તાલુકાના ખજુરી ગામે બનવા પામી હતી. આ બનાવના ઉચ્ચસ્તરીય પડઘા પણ પડ્યા હતા અને આ ઘટનાને પગલે જિલ્લાવાસીઓમાં આક્રોશ પણ ફેલાવા પામ્યો છે. ઘટનાને પગલે સ્ત્રી સશક્તિકરણની મોટી મોટી થતી વાતોના છડેચોક ધજાગરા પણ ઉઠ્યા છે. ધાનપુર તાલુકામાં રહેતી એક પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી જેની અદાવત રાખી તેનો પતિ અને સાસરિયાઓ તેમજ ગ્રામજનો દ્વારા પરિણીતા અને તેના પ્રેમીને પકડી લાવ્યા હતા. બાદમાં બંનેને ઢોર માર મારી પરિણીતાની ખેંચતાણ કઈ તેને પહેરી રાખેલ કપડા ફાડી નાખ્યા હતા અને તેને નિર્વસ્ત્ર કરી તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ ઉપરાંત પરણિતાના ખભા ઉપર તેના પતિને બેસાડી ગામમાં તેને ફેરવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો દાહોદ જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં વાયરલ થતા સૌ કોઇમાં આક્રોશ ફેલાઇ જવા પામ્યો હતો. ઘટના સંદર્ભે એક્શનમાં આવેલ તાત્કાલિક ધોરણે કાર્યવાહીના પગલાં લઇ પરિણીતાના પતિ સહિત ૧૯ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં દિનેશભાઈ કાનીયાભાઈ, પપ્પુભાઈ કાનીયાભાઈ, ભરતભાઈ સાવલાભાઈ, રાકેશભાઇ સાવલાભાઈ, નવલસિંહ કસનાભાઇ, રમેશભાઈ, મેહુલભાઈ સબુરભાઇ, સબીયાભાઈ દહરિયાભાઈ, સંજયભાઈ દિયાયાભાઈ, દિતિયભાઈ નાનાભાઈ, મડિયાભાઈ દિતિયભાઇ, લક્ષ્મણભાઈ સબિયાભાઈ, રણજીતભાઈ, સબૂરભાઈ નાનાભાઈ, અખીલભાઈ મડિયાભાઈ, મનીષભાઈ સબિયાભાઈ, વિનાભાઈ બદિયાભાઈ, પાંગલાભાઈ બદિયાભાઇ તમામ જાતે મછાર નાઓને પોલીસે અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!