
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર દર્દીને લઇને જતી એમ્બ્યુલન્સ નડ્યો અકસ્માત, સદ્નસીબે કોઇ જાનહાની નહી
દાહોદ થી દર્દીને વડોદરા તરફ સારવાર અર્થે લઈ જતી ઈમરજન્સી એમ્બ્યુલન્સ આગળ ચાલતી પીકપ ગાડીથી અથડાઈ
પીકપ ગાડીએ બમ્પર આવતા બ્રેક મારતા પાછળથી પુરપાટ આવતી એમ્બ્યુલન્સ પીકપ ગાડી માં અથડાઈ, એમ્બ્યુલન્સ નો નીકળ્યો કચ્ચરઘાણ,
દર્દીને તાબડતોડ બીજી એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરી સારવાર અર્થે મોકલાયા, પોલીસ ઘટના સ્થળે પહોંચી
દાહોદ તા.28
દાહોદ તાલુકાના ઇન્દોર નેશનલ હાઇવે પર રાત્રીના સમયે એક પીકઅપ ફોરવીલર ગાડી અને એમ્બ્યુલન્સ આગળ પાછળ ધડાકાભેર અથડાતા સર્જાયેલા માર્ગ એમ્બ્યુલન્સમાં સવાર એક દર્દીને તાત્કાલિક અન્ય એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ રવાના કરવામાં આવ્યો હતો જ્યારે એમ્બ્યુલન્સનો કચ્ચરઘાણ વળી હતો. સદ્નસીબે આ માર્ગ અકસ્માતમાં કોઈ જાતની જાનહાની થવા પામી ન હતી.
આજરોજ રાત્રીના 10 વાગ્યાના આસપાસ દાહોદ શહેરમાંથી પસાર થઇ રહેલ ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પરથી એક પીકઅપ ફોરવીલર ગાડી પસાર થઇ રહી હતી અને જાણવા મળ્યા અનુસાર, આ ગાડી પુરપાટ દોડતી હતી તે સમયે હાઈવે પર કાટા નજીક સ્પીડ બ્રેકરના રસ્તા પર આગળ જતી પીકઅપ ફોરવીલર ગાડીના ચાલકે પોતાના કબજાના પીકઅપ ફોરવીલર ગાડીનો અચાનક બ્રેક
મારતા પાછળ આવી રહેલ એમ્બ્યુલન્સ આ પીકઅપ ફોરવીલર ગાડીની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ માર્ગ અકસ્માતમાં એમ્બ્યુલન્સનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જાણવા મળ્યા અનુસાર, એમ્બ્યુલન્સમાં એક દર્દી વેન્ટીલેટર પર હતો અને તેને અમદાવાદની હોસ્પિટલ ખાતે
#paid pramotion
Contact us :- sunrise public school
સારવાર અર્થે લઈ જવામાં આવતો હતો તે સમયે આ માર્ગ અકસ્માત સર્જાયો છે. માર્ગ અકસ્માત સર્જાતાની સાથે એમ્બ્યુલન્સમાં સવાર દર્દીને અન્ય એમ્બ્યુલન્સની વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવી હતી અને તેને અન્ય એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે તાત્કાલિક પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. ઘટનાથી ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને થોડા સમય માટે એક તરફનો હાઇવે બંધ કરવાની ફરજ પડી હતી પરંતુ થોડા સમય બાદ ફરીથી હાઈવે શરૂ કરી દેવામાં આવ્યો હતો ત્યારે બીજી તરફ આ માર્ગ અકસ્માતને પગલે એમ્બ્યુલન્સનો કચ્ચરઘાણ વળી ગયો હતો પરંતુ સદ્નસીબે કોઇ જાનહાનિ ન થતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.