દાહોદ તાલુકાના જેકોટ ગામે આજરોજ વહેલી સવારે ગોધરાથી દાહોદ તરફ આવતી એક ફોરવહીલ ગાડી ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું જયારે અન્ય જણ ને ઈજાઓ પહોંચતા તેઓને 108 મારફતે સારવાર માટે શહેરના જુદા જુદા હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર શહેરના ગોદીરોડ ધ્રુમિલ પાર્ક સોસાયટી ખાતેના રહેવાસી અને પડાવમાં ભવાની ટ્રેડર્સ નામક દુકાનના વેપારી લીલારામ હોતવાની તેમના પુત્ર ભગવાનદાસ અને અન્ય બે જણા સાથે ગત રોજ પોતાની કબ્જાની જીજે-20-એ.એચ-3004 નંબરની ફોરવહીલ ગાડી લઇ પરોલી ખાતે દર્શનાર્થે ગયા હતા ત્યાંથી પરત આવતી વેળાએ વહેલી પરોઢે દાહોદ તાલુકાના જેકોટ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી અચાનક રેંકડો આવી જતા તેને બચાવવા જતા ફોરવીલ ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ફોરવહીલ ગાડી ડીવાઈડર સાથે અથડાતા ગાડીમાં સવાર લીલારામ હોતવાની નું ઘટના સ્થળે જ પપ્રાણ પંખેરું ઉડી ગયા હતા. અને ગાડીમાં સવાર અન્ય ત્રણ જણાને શરીરે ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક 108 મારફતે ભરપોડા, અને ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી દીધા હતા જોકે ઉપરોક્ત ઘટનાની જાણ દાહોદ તાલુકા પોલીસ મથકે થતા પી.એસ.આઈ પી.એમ.મકવાણા અને તેમનો સ્ટાફ તાબડતોડ ઘટનાસ્થળે દોડી જઈ મરણ જનાર લીલારામ હોતવાણીની લાશનું કબ્જો લઇ પી.એમ. કરવા ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપી ઘટના સંબંધી ગુનો દાખલ કરવાની તજવીજમાં જોતરાઈ ગઈ હતી.