દેનાબેન્કમાં પૈસા કાઢવા આવેલી મહિલાના થેલામાંથી દસ હજાર સેરવી અજાણ્યા તસ્કરો ફરાર :ઘટના સીસી ટીવીમાં કેદ

Editor Dahod Live
2 Min Read

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.12

સંતરામપુર દેના બેંક માંથી મહિલાના 10000 રૂપિયા ચોરાયા સંતરામપુરના દેના બેંકમાં મહિલા ખાતામાંથી 20,000 રૂપિયા ઉપાડીને બેંકના ઓટલા પર બેસી હતી અને તેની સાથે તેનો બાબો પણ હતો 20,000 રૂપિયા માંથી તેના બાબાને બજાર ના કામ માટે 10000 રૂપિયા આપો અને બજારમાં ખરીદી કરવા ગયો હતો ભોગ બનનાર બેન શાંતાબેન બેંકના ઓટલા પર થેલી અંદર 10000 રૂપિયા લઈને બેઠા હતા થોડીવાર સમયમાં ઘરે જવા માટે નીકળતા જ શાંતાબેન પોતાની થેલી પર નજર પડી તો થેલી ઉપર પથરી મારેલી અને થેલી આખી ફાટી ગઈ હતી થેલીમાંથી શાંતાબેનના 10000 રૂપિયાનો ગાયબ થઇ ગયા હતા આ ઘટના બનતા શાંતાબેન બેંકમાં ને પોલીસ સ્ટેશનમાં જાણકારી અને કલાકો સુધી શોધખોળ કરવા લાગ્યા કેટલીકવાર બેંકમાં પણ આ રીતના ખિસ્સાકાતરૂ ચોરીના બન્યા હતા આવી રીતે ખાતેદારો અનેકવાર ચોરીના ખિસ્સાકાતરૂ ના ભોગ બનતા જ હોય છે આ ઘટના બનતા જ વ્યાપક રોષ જોવા મળ્યો છે થોડા દિવસો અગાઉ પણ સંતરામપુર એસટી ડેપોમાંથી 40000 રૂપિયા ખિસ્સુ કપાયું હતું અવારનવાર સંતરામપુરમાં ક્રાઇમ નું પ્રમાણ વધતું જ જાય છે શાંતાબેન ના પુત્ર સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી સ્થળ ઉપર પોલીસ પહોંચી ગઈ અને તપાસ હાથ ધરી છે રાજેશ ભાઈ ભેમાભાઈ ખાટા મૂળ રહેવાસી  કનાવાડા પોલીસ ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધર્યું છે બેંકના સીસીટીવી ફુટેજ માં પોલીસે તપાસ કરી રહી છે અને મળતી માહિતી મુજબ બે મહિલા હોવાનું જણાઈ રહ્યું છે. 

Share This Article