અયોધ્યા રામમંદિરના ચુકાદાને લઈ હિન્દુ-મુસ્લિમ ભાઈઓ દ્વારા મોં મીઠું કરી ઉજવણી કરાઈ,

Editor Dahod Live
1 Min Read

હિતેશ કલાલ @ સુખસર 

સુખસરમાં અયોધ્યા રામ મંદિર ના ચુકાદા ને લઈ હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા મોં મીઠું કરી ઉજવણી કરાઈ,ગામમાં કોઇ પણ પ્રસંગ તહેવાર હોય કોમી એકતાના દર્શન થાય છે.

સુખસર તા.10

ફતેપુરા તાલુકાના સુખસરમાં અયોધ્યા રામ મંદિર મસ્જિદ બાબતના આવેલા ચુકાદાને લઇને હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું અને ચુકાદાને આવકાર્યો ઉજવણી કરાઇ હતી.

ફતેપુરા તાલુકાના સુખસરમાં કોઈપણ સામાજિક પ્રસંગ હોય કે ગણેશ ચતુર્થી નવરાત્રી દિવાળીના તહેવાર હોય હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈઓ ભેગા મળીને ઉજવણી કરે છે કોમી એકતાના દર્શન થાય છે હાલમાં ૪૦૦ વર્ષથી ચાલી રહેલા રામ મંદિર અને બાબરી મસ્જિદ બાબતનો ચુકાદો આવતાં હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈઓ ભેગા મળીને એકબીજાને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરી ઉજવણી કરી હતી ગામના ડેપ્યુટી સરપંચ ઇમરાન બુઢા મુસ્લિમ સમાજના આગેવાનો કયુમ ભાઈ સીસોલી  મુનાફ ભાઈ સીસોલી હિન્દુ સમાજના આગેવાનો નરેશભાઈ કલાલ આશિષભાઈ પંચાલ વિજય ભાઈ પંચાલ મનીષભાઈ પ્રદીપભાઈ જીગ્નેશભાઈ કાળુભાઈ દરજી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને રામ મંદિરના ચુકાદાને આવકાર્યો હતો.

Share This Article