
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદના બિલ્ડરેં એક મકાનને બે જુદી-જુદા લોકોને વહેંચી કરી છેતરપિંડી:પોલિસ ફરિયાદ નોંધાઈ
દાહોદ તા.૦૫
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ વિસ્તારમાં એક દંપતિ દ્વારા એક ફ્લેટ વેચી તે પહેલા આજ ફ્લેટ અન્ય એકને વેચાણ કરી આપ્યો હોવાનો ખુલાસો થતાં આ સંબંધે છેતરપીંડી અને વિશ્વાસઘાત થયો હોવાની ફરિયાદ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
રાજેશભાઈ કૃષ્ણકાંત ગાંધી અને નીલીમાબેન રાજેશભાઈ ગાંધી દ્વારા આશાબેન કમલેશભાઈ શાહ રહે. આર્શીવાદ, હોસ્પિટલની સામે, ગોવિંદનગર, દાહોદ)ને દાહોદના ગલાલીયાવાડ, મંડાવાવ રોડ, પંચમુખી હનુમાનજી મંદિર ની સામેના ભાગમાં વેલ (શિવાન્તા એપાર્ટમેન્ટ) ના નામથી દાહોદ કસ્બામાં આવેલ રે.સ.નં.૬૯૪/પૈકી/૦૨ પૈકી ૧૪ની ૧૪૦.૦૦ ચોરસ મીટરવાળી જમીનમાં ફ્લેટ નંબર ૩૦૧વાળો પોતાનો છે તેમ કહી રાજેશભાઈ અને તેમની પત્નિ નીલીમાબેને રૂા.૧૨ લાખમાં આશાબેન કમલેશભાઈ શાહને વેચાણ આપી તે ફ્લેટમાં આશાબેન પહેલાં ઉપરોક્ત દંપતિએ વિવેકભાઈ બાબુલાલ ખંડેલવાલની માલિકી અમોને વેચાણ કરી આશાબેન સાથે વિશ્વાસઘાત, ઠગાઈ કરી ગમે ત્યારે મરાવી દઈશું તેમ કહી ધાકધમકીઓ આપતાં આ સંબંધે આશાબેન કમલેશભાઈ શાહ દ્વારા રાજેશભાઈ કૃષ્ણકાંત ગાંધી અને નીલીમાબેન રાજેશભાઈ ગાંધી વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————-