
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન મૂકવાની શરૂઆત થઈ
18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં રસી મુકવા માટેનો ઉત્સાહ જોવા મળ્યો
સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વ્યક્તિ મૂકવા માટેની લાંબી લાઈનો લાગી
આરોગ્ય કર્મચારી દ્વારા લોકોને પૂરતો સાથ અને સહયોગ આપતા હતા
ફતેપુરા તા.04
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આજરોજથી 18 વર્ષથી વધુ વયના લોકોમાં રસી મુકવા માટેનું શરૂઆત થતાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 18 વર્ષથી વધુ વયના લોકો નો ઘસારો સવારથી જોવા મળતો હતો રસી મુકવા માટે લોકોને લાંબી લાઈનો લાગી હતી તો 18 વર્ષથી વધુ વયના નવજુવાન લોકોમાં રસી મુકવા માટે અનેરો ઉત્સાહ જોવા મળતો હતો સામુહિક આરોગ્ય કેન્દ્ર ના તબીબી ડોક્ટર હિતેશ ભાઈ રાઠવા અને તેઓની ટીમ આરોગ્ય કર્મચારી દ્વારા આજ રોજ રસી મુકવા માટે આવતા લોકોને પૂરતો સાથ અને સહયોગ આપી રહ્યા હતા 18 વર્ષથી વધુ વયના લોકોએ પ્રથમ દિવસે. 142 લોકોએ રસી મુકાવી હતી