Sunday, 24/11/2024
Dark Mode

સુખસર સ્ટેશન વિસ્તારમાં આડેધડ ખાનગી વાહનોના ખડકલા થી ટ્રાફિક જામની સમસ્યા: રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવા મજબુર

સુખસર સ્ટેશન વિસ્તારમાં આડેધડ ખાનગી વાહનોના ખડકલા થી ટ્રાફિક જામની સમસ્યા: રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવા મજબુર

હિતેશ કલાલ @ સુખસર 

સુખસર સ્ટેશન વિસ્તારમાં આડેધડ ખાનગી વાહનોના ખડકલા થી ટ્રાફિક જામની સમસ્યા,

સુખસર તા.06

ફતેપુરા તાલુકાના સુખસરમાં સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનો આડેધડ મૂકી દેતાં હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે એસટી બસ વાળા ને પણ રસ્તા પર જ ઉભી રાખવાની ફરજ પડી રહી છે જ્યારે આ બાબતે ફરજ પરના ટ્રાફિક પોલીસને પૂછતા મને નહીં કહેવાનું જે કહેવું હોય તે પીએસઆઈને કહેવાનું તેવો જવાબ આપતા આશ્ચર્ય સર્જાયું હતું
ફતેપુરા તાલુકાના સુખસરમાં થી સ્ટેટ હાઇવે પસાર થાય છે તેમજ સ્ટેશન પર મુસાફરો કરતાં ખાનગી વાહનચાલકો દ્વારા આડેધડ વાહનો મૂકી દેવામાં આવતા એસટી બસ ચાલકો અને રસ્તા પર જ વાહન મૂકવાનો વારો આવી રહ્યો છે જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે સ્ટેશન પર માત્ર એક ટીઆરપી જવાન તેમજ ત્રણ મહિલા જીઆરડી ફરજ બજાવે છે જેઓને ખાનગી વાહનો વાળા ગાંઠતા ન હોવાનું નજરે જોવા મળ્યું હતું જ્યારે આ બાબતે સુખસર પોલીસ મથકમાં ટ્રાફિક માં ફરજ બજાવતા પોલીસ કર્મચારી જીતુભાઈ ને પૂછતા તેઓ જણાવ્યું કે મને આ બાબતે કંઈ પૂછવું નહીં જે કહેવું હોય તે પીએસઆઇ ને કહેવું તેઓ જવાબ આપતા આશ્ચર્ય સર્જાયું હતું જેથી જિલ્લા પોલીસ વડા દ્વારા સ્ટેશન વિસ્તારમાં કાયમી પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે અને ટ્રાફિક સમસ્યા દૂર કરવામાં આવે તેવું જણાઈ રહ્યું છે
પીકઅપ સ્ટેન્ડના લીધે અવારનવાર ટ્રાફિકની સમસ્યા થાય છે જેને હટાવવા અમોએ સંકલનમા રજૂઆત કરી છે 
પી.એસ.આઈ. પારગી :- સુખસર પોલીસ મથક  
આ બાબતે સુખસર પી.એસ.આઇ પારગી જોડે વાત કરતા તેઓએ જણાવ્યું કે સ્ટેશન પર ટ્રાફિકની સમસ્યા છે અને સ્ટેશન પર નું પીકઅપ સ્ટેન્ડ અન્ય સ્થળે ખસેડવા માટે મેં સંકલનની બેઠકમાં રજૂઆત કરી છે.
error: Content is protected !!