Saturday, 12/07/2025
Dark Mode

અનાજના વેપારીઓ માર્કેટમાં ખુલ્લામાં બેસી વેપાર ધંધો શરૂ કર્યો,

અનાજના વેપારીઓ માર્કેટમાં ખુલ્લામાં બેસી વેપાર ધંધો શરૂ કર્યો,

હિતેશ કલાલ @સુખસર 

 સુખસરના અનાજ માર્કેટમાં બેસી વેપાર ધંધો શરૂ કર્યો, માર્કેટ કર્મીઓએ  વજન કાંટા જપ્ત કરી કાર્યવાહી શરૂ કરાઇ હતી, માર્કેટમાં શેડ ન હોવાથી વેપારીઓને ખુલ્લામાં બેસવું પડયું

સુખસર તા.05

ફતેપુરા તાલુકાના સુખસરમાં માર્કેટયાર્ડ બહાર વેપાર ધંધો કરતાં અનાજના વેપારીઓ સામે સોમવારે માર્કેટ કમિટિ દ્વારા કડક કાર્યવાહી કરવાની કામગીરી કરતા મંગળવારથી વેપારીઓએ માર્કેટમાં બેસી ધંધો શરૂ કર્યો હતો તેમજ માર્કેટમાં શેડ ન હોવાથી ખુલ્લી જગ્યામાં બેસીને ધંધો કરવાની ફરજ પડી હતી.

           ફતેપુરા તાલુકાના સુખસરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નો માર્કેટ યાર્ડ કાર્યરત છે જેમાં કેટલાક વેપારીઓ માર્કેટ બહાર બેસીને વેપાર ધંધો કરતા હતા અને ખેડૂતો પાસેથી અનાજની લે-વેચ કરતા હતા જેમાં નિયમોનું પાલન થતું ન હતું જેથી માર્કેટ કમિટિ દ્વારા બહાર બેસતા વેપારીઓને માર્કેટની અંદર બેસવા માટેની નોટિસ આપવામાં આવી હતી જેમાં વેપારીઓ દ્વારા નોટિસ  નું ઉલંઘન કર્યું હતું અને માર્કેટમાં બેસતા ન હતા જ્યારે સોમવારના રોજ માર્કેટ કમિટિ દ્વારા વેપારીઓના વજન કાંટા અને અનાજ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરતાં જ વેપારીઓ અને કર્મચારીઓ વચ્ચે હોબાળો થયો હતો જેને લઇને માર્કેટ કમિટિ દ્વારા કડક કાર્યવાહી કરવાની સૂચના આપતા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો અને મંગળવારથી બહાર બેસતા તમામ વેપારીઓએ માર્કેટની અંદર બેસીને વેપાર ધંધો શરૂ કરી દીધો હતો પરંતુ માર્કેટયાર્ડમાં વેપારીઓને બેસવા માટે પૂરતા પ્રમાણમાં સેડ ન હોવાથી વેપારીઓને ખુલ્લામાં બેસીને વેપાર ધંધો કરવાની ફરજ પડી હતી જેથી વેપારીઓની દુકાનો અને શેડની વ્યવસ્થા કરાય તેવી માંગ થઇ રહી હતી.

ભાવેશભાઈ ચરપોટ( અનાજના વેપારી)

 અમો છૂટક અનાજ લઈને વેપાર ધંધો કરીએ છીએ માર્કેટમાં બેસવા માટેની નોટિસ અપાઇ હતી મંગળવારથી અમોએ માર્કેટમાં ખુલ્લી જગ્યામાં બેસીને વેપાર શરૂ કરી દીધો છે દુકાન માટે તેથી ત્રણ લાખ રૂપિયા નો ભાવ ચાલે છે આટલી મોટી રકમ અમારાથી કરી શકાય તેમ નથી જેથી સરકાર દ્વારા નાના વેપારીઓ માટે શેડ બનાવી આપવામાં આવે તેવી અમારી માંગ છે.

error: Content is protected !!