દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણે કાળો કેર યથાવત:આજે વધુ 110 નવા કેસોના વધારા સાથે પરિસ્થતિ વધુ ગંભીર બની

Editor Dahod Live
2 Min Read

 જીગ્નેશ બારીયા : દાહોદ 

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણે કાળો કેર વર્તયો:આજે વધુ 110 નવા કેસોના વધારા સાથે પરિસ્થતિ વધુ ગંભીર બની

કોરોના સંક્રમણ ની બીજી લહેર માં વીતેલા એક અઠવાડિયામાં કોરોનાના 650 કેસો નોંધાયા 

આજે વધુ 4 લોકોએ દમ તોડ્યો

દાહોદ શહેર, તાલુકા ઝાલોદ તાલુકા તેમજ ગરબાડામાં કોરોના વાયરસના સંક્રમણની ચપેટમાં આવ્યા 

દાહોદ તા.૨૪

દાહોદ જિલ્લામાં હવે રોજેરોજ કોરોના દર્દીઓનો રાફડો ફાટી રહ્યો છે. આજે વધુ ૧૧૦ કોરોના દર્દીઓના સમાવેશ સાથે કોરોનાનો કુલ આંકડો ૪૪૬૧ ને પાર પહોંચી ગયો છે. દાહોદ જિલ્લાના શહેરી વિસ્તારોની સાથે સાથે હવે કોરોના ગ્રામીણ વિસ્તારોમાં પણ ફેલાઈ ચુંક્યો છે. દાહોદ જિલ્લાનો એવો કોઈ ખુણો નહીં હોય જ્યાં કોરોના સંક્રમણ ફેલાયું ન હોય. પરિસ્થિતીને ધ્યાનમાં રાખી રોજેરોજ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર આકરા પગલાં પણ લઈ રહ્યું છે ત્યારે આ કોરોના રૂપી રાક્ષસનું સંક્રમણ વહેલી તકે ઓછુ થાય તેવી લાગણી અને માંગણી પણ જિલ્લાવાસીઓમાં વહેતી થવા પામી છે.

આર.ટી.પી.સી.આર.ના ૭૫૧ પૈકી ૭૯ અને રેપીટ ટેસ્ટના ૨૫૯૨ પૈકી ૩૧ મળી આજે ૧૧૦ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ ૧૧૦ પૈકી દાહોદ અર્બનમાંથી ૩૮, દાહોદ ગ્રામ્યમાંથી ૦૮, ઝાલોદ અર્બનમાંથી ૦૩, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૭, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૧, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૨, લીમખેડામાંથી ૧૪, સીંગવડમાંથી ૦૯, ગરબાડામાંથી ૧૬, ધાનપુરમાંથી ૦૨, ફતેપુરામાંથી ૦૫ અને સંજેલીમાંથી ૦૫ કેસોનો સમાવેશ થાય છે. આજે વધુ ૦૪ દર્દીઓએ કોરોનાથી દમ તોડતાં અત્યાર સુધી કોરોનાથી મૃત્યુઆંક ૧૯૭ ને પાર પહોંચી ગયો છે. વધતાં કેસોની સામે મૃત્યુઆંક પણ વધતો જાેવા મળી રહ્યો છે. રાહતના સમાચાર એ છે કે, સાજા થતાં દર્દીઓની સંખ્યામાં પણ દિનપ્રતિદિન વધારો જાેવા મળી રહ્યો છે. આજે એક સાથે ૬૮ લોકોએ કોરોનાને મ્હાત આપી હોસ્પિટલમાંથી રજા લીધી હતી ત્યારે એક્ટીવ કેસોની સંખ્યા વધીને ૬૯૫ને પાર થઈ ચુંકી છે.

———————————–

Share This Article