ફતેપુરા તાલુકામાં કોરોનાના કેસો વધતા આરોગ્ય તંત્ર હરકતમાં: હોમ કોરોનટાઇન થયેલા વ્યક્તિના ઘરે આરોગ્ય કર્મચારીઓ દ્વારા તપાસ કરી જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા..

Editor Dahod Live
1 Min Read

 વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકામાં કોરોના ના કેસ વધતા આરોગ્ય તંત્ર હરકતમાં

હોમ કોરનટાઈન થયેલા વ્યક્તિને આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે જઈ ને તપાસ કરવામાં આવ્યા

ફતેપુરા તા.24

ફતેપુરા તાલુકામાં કોરોના ના કેસ વધતા આરોગ્ય તંત્ર એકશનમાં આવી ગયું છે.ફતેપુરા તાલુકામાં કોરોનાના બીજા રાઉન્ડમાં શહેર તેમજ ગામડાઓમાં કોરોનાના કેસ વધી જતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે.ત્યારે કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે લોકોને આરોગ્ય કર્મચારીઓ દ્વારા જાગૃત કરવામાં આવ્યા છે.તેમજ હોમ કોરનટાઈન થયેલા લોકોને એક બીજાના સંપર્કમાં ન આવવાની સલાહ સૂચનો પણ આપવામાં આવી રહ્યા છે. તેમજ આરોગ્ય કર્મચારીઓ દ્વારા મેડિસન તેમજ ઉકાળાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. માસ્ક અને સેનેટાઈઝર તેમજ હાથને વારંવાર ધોવા કોરોના મહામારીથી બચવા માટે જરૂર જણાય તો જ ઘરની બહાર નીકળવાની સલાહ સૂચનો પણ આપવામાં આવી હતી.

Share This Article