હિતેશ કલાલ @ સુખસર
બેંકના પાંચ તાળા તોડી તસ્કરે પ્રવેશ કરી સામાન રફેદફે કર્યો.ત્રણ દિવસ બાદ પણ બેંક મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ ન અપાતા આશ્ચર્ય
પ્રતિનિધિ સુખસર તા. 17
ફતેપુરા તાલુકાના બલૈયા ગામે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે આ બેંકમાં બે દિવસ અગાઉ તસ્કરો દ્વારા મેન દરવાજા થી લઇ અંદર સુધી પાંચ તાળા તોડી પ્રવેશ કર્યો હતો અને અંદર સામાન રફેદફે કર્યાની ઘટના બનતા પંથકમાં ચકચાર મચી ગઇ હતી જ્યારે ૩ દિવસ બાદ પણ બેંક મેનેજર દ્વારા આ બાબતે કોઈ જ પોલીસ ફરિયાદ આપવા ન આવતાં આશ્ચર્ય સર્જાયું છે
ફતેપુરા તાલુકાના બલૈયા ગામે ગુજરાત ગ્રામીણ બરોડા બેંક ની શાખા કાર્યરત છે આ શાખામાં બે દિવસ અગાઉ રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો દ્વારા મેન દરવાજા થી લઈ અંદર સુધી ના પાંચ જેટલા તાળા તોડી ચોરી કરવા માટેનો પ્રયાસ કર્યો હતો જેની વહેલી સવારે જાણ થતા બેંક મેનેજર દ્વારા બેન્ક ની અંદર તપાસ કરતા માત્ર તાળા તોડી સામાન રફેદફે કર્યાનું જણાવ્યું હતું.જ્યારે રોકડ રકમ કે અન્ય દસ્તાવેજો ની ચોરી થઇ ના હોવાનું જણાતા હાશકારો અનુભવ્યો હતો પરંતુ આ ઘટનાથી મજામાં ભયની સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો આ ઘટનાને બે દિવસ જેટલો સમય થઇ ગયો હોવા છતાં બેંક મેનેજર અનિલ મકવાણા દ્વારા આ બાબતે કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાવવામાં ના આવતાં આશ્ચર્ય સર્જાયું હતું જેથી આ બાબતે જિલ્લા કલેકટર દ્વારા તટસ્થ અને સઘન તપાસ કરાવી સત્ય હકીકત બહાર લાવે તેવું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે
બેન્કમાંથી સબ સલામત મળતા અમોએ પોલીસ ફરિયાદ કરી નથી :બેંક મેનેજર અનિલ મકવાણા
અજાણ્યા તસ્કરોએ બેંકમાં પાંચ જેટલા તાળા તોડીયા હોવાની સોમવારે સવારે જાણ થઈ હતી નવા લોક નું રીપેરીંગ કામ કરાવી દીધું છે કોઈ ચોરી થઇ નથી જેથી પોલીસ ફરિયાદ આપી નથી
આસપાસના 12 ગામોના વેપારી, ખેડૂતો તેમજ અન્ય ખાતેદારોની લેવડદેવડ કરતી બેંકમાં સીસીટીવી કેમેરા તેમજ સિક્યુરિટી નહિવત
બલૈયા ગુજરાત ગ્રામીણ બેંક માં ૧૨ જેટલા ગામોના ખેડૂતો વેપારી તથા અન્ય ખાતેદારોની લેવડદેવડની કામગીરી કરવામાં આવે છે આ બેંક રહેણાક અને મુખ્ય વિસ્તારમાં આવેલી છે છતાં તાળા તૂટવાની ઘટના બનતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે જ્યારે આ બેંક આટલી મોટી હોવા છતાં કોઈ ચોકીદાર કે સીસીટીવીની પણ સુવિધા ન હોવાનું જાણવા મળ્યું હતું.