જીગ્નેશ બારીયા :- દાહોદ
-
દાહોદમાં સ્વયંભૂ કર્ફ્યુના પ્રથમ દિવસે સ્ટેશનરોડના કેટલાક વેપારીઓએ વિરોધ નોંધાવ્યો:શહેરના મોટાભાગના વિસ્તારો બંધ રહ્યા
-
કોરોનાની ચેઇન તોડવા માટે અપાયેલા સ્વયંભૂ કરફ્યુ ના પ્રથમ દિવસે ચાર વાગ્યાં બાદ બજારો બંધ રહેતા શહેરના માર્ગો પર સન્નાટો છવાયો
-
પોલિસની સમજાવટ બાદ વેપારીઓએ દુકાનો બંધ કરી

દાહોદ જિલ્લામાં આજે ૦૪ વાગ્યાથી કલેક્ટરના સ્વંભુ કફ્ર્યું પાળના આદેશો સાથે દાહોદ શહેરમાં ચાર વાગ્યાની સાથે જ વેપારી ધંધાદારી આલમ દ્વારા પોતાના ધંધા, રોજગાર બંધ કરી દીધા હતાં. ૦૪ વાગ્યા બાદ સ્વંયભુ કફ્ર્યુ છવાઈ ગઈ હતું. રસ્તાઓ પર એકલ દોકલ રાહદારીઓ, વાહન ચાલકો સીવાય કોઈ નજરે પડ્યું ન હતું. આમ, દાહોદ શહેરમાં કફ્યુનું ચુસ્તપણે શહેરવાસીઓએ પાલન કરતાં ૦૪ વાગ્યા બાદનું કરફ્યુંનું એલાન સફળ રહેવા પામ્યું હતું ત્યારે બીજી તરફ શહેરના સ્ટેશન રોડના કેટલાક વેપારીઓ દ્વારા આ કરફ્યુંનો વિરોધ દર્શાવતાં આખરે પોલીસની સમજાવટને પગલે આ વેપારીઓએ પણ પોતાના રોજગાર ધંધા બંધ કરી દીધા હતાં.