Friday, 22/11/2024
Dark Mode

ધાનપુર તાલુકાના બોઘડવા ગામમાં શિકારની શોધમાં આવેલો દીપડો કૂવામાં ખાબક્યો: વનવિભાગની ટીમે રાત્રી દરમિયાન રેસ્ક્યુ કરી દિપડાને કુવામાંથી બહાર કાઢયો: ગ્રામજનોએ લીધો રાહતનો દમ…

ધાનપુર તાલુકાના બોઘડવા ગામમાં શિકારની શોધમાં આવેલો દીપડો કૂવામાં ખાબક્યો: વનવિભાગની ટીમે રાત્રી દરમિયાન રેસ્ક્યુ કરી દિપડાને કુવામાંથી બહાર કાઢયો: ગ્રામજનોએ લીધો રાહતનો દમ…

રાહુલ મહેતા :- દે. બારીયા 

  • ધાનપુર તાલુકાના બોઘડવા ગામમાં શિકારની શોધમાં આવેલો દીપડો કૂવામાં પડ્યો
  • વન કર્મીઓ ને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવી કૂવામાં ખાટલી ઉતારી કુવો કોર્ડન કરી રાત્રિના રેસ્ક્યુ હાથ ધરી દિપડાને કુવામાંથી હેમખેમ બહાર કઢાયો
  • ગ્રામજનો તેમજ વન કર્મીઓએ રાહતનો શ્વાાસ લીધો
  • કુવામાં દીપડો પડયો હોવાની જાણ વનકર્મીઓને કરાતા ઉચ્ચ અધિકારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
ધાનપુર તાલુકાના બોઘડવા ગામમાં શિકારની શોધમાં આવેલો દીપડો કૂવામાં ખાબક્યો: વનવિભાગની ટીમે રાત્રી દરમિયાન રેસ્ક્યુ કરી દિપડાને કુવામાંથી બહાર કાઢયો: ગ્રામજનોએ લીધો રાહતનો દમ... વન વિભાગના કર્મચારીઓએ કુવાને કોર્ડન કરી પ્લાસ્ટિકથી ઢાંકી દેવાયું 

દે. બારીયા તા.02

 ધાનપુર તાલુકાના બોગડવા ગામે જંગલ તરફથી શિકારની શોધમાં આવેલ શિકારની પાછળ પડતા દીપડો કૂવામાં પડ્યો હતો. અને પાઈપના સહારે દીપડાએ કૂવામાં રાત પસાર કરી સવારે આ બનાવની જાણ સ્થાનિક વનવિભાગના કર્મીઓને કરતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ કૂવાને કોર્ડન કરી રાત્રિના રેસ્ક્યુ હાથ ધરાયું હતું.

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બોગડવા ગામે રહેતા ગલા ભાઈ મગનભાઈના ખેતર જંગલની નજીકમાં આવેલા હોય તે ખેતરમાં કાઠા વગરનો એક કુવો પણ આવેલો છે.ત્યારે ગતરાત્રીના જંગલમાંથી શિકારની શોધમાં આવેલો એક દીપડો ક્યાંક શિકારની પાછળ પડતાં દીપડો કૂવામાં પડી ગયેલો અને કૂવામાં પાણી વધુ હોવાના કારણે દીપડો કૂવામાંથી બહાર નીકળી શક્યો ન હતો. અને પાણીની પાઇપ ના સહારે દીપડો કૂવામાં લટકી રહ્યો હતો.ત્યારે વહેલી સવારે કૂવામાં દીપડાનો અવાજ આવતા કુવા માલિક ગલાભાઈની કૂવામાં કંઈક પડયો હોવાની જાણ થતાં તેઓ જઈને જોતા કૂવામાં દીપડો મોટરની પાઈપના સહારે લટકી રહ્યો હતો.જે અંગેની જાણ ધાનપુર ના આર.એફ.ઓ ચૌહાણને કરતા આર.એફ.ઓ ચૌહાણ તેમજ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ કૂવાને કોર્ડન કરી કૂવામાં ખાટલી ઉતારી દીપડાને સહારો આપ્યો હતો ત્યારે દિવસ દરમિયાન જો દીપડો કુવાની બહાર આવે તો ગ્રામજનોને નુકસાન થાય અથવા તો ગામમાં ઘુસી જાય તો જાનહાની થવાની દહેશતથી દિવસ દરમિયાન વન કર્મીઓ કૂવાની આસપાસ ખડે પગે ઊભા રહી રાત્રિના કૂવાને અંદરથી દિપડાને બહાર કાઢવાનો રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું.જેમાં દીપડો કૂવામાંથી બહાર નીકળી જંગલ તરફ ભાગી જતા ગ્રામજનો તેમજ વનકર્મીઓએ રાહતનો શ્વાસ લીધો હતો

error: Content is protected !!