ફતેપુરા તાલુકા પંચાયતમાં સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ
સામાન્ય સભામાં કારોબારી સમિતી અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી
તાલુકા પંચાયતનું મનરેગા બજેટ મંજૂર કરવામાં આવ્યું
ફતેપુરા તા.01
ફતેપુરા તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા સભ્ય ની સામાન્ય સભા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ના અધ્યક્ષ હેઠળ મળેલ હતી જેમાં ફતેપુરા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા તાલુકા વિકાસ અધિકારી પી.એસ. આમલીયાર શાખા અધ્યક્ષ શ્રી ઓ. સી.ડી.પી.ઓ કોમલ બેન દેસાઈ. તાલુકા પંચાયતના સભ્ય શ્રીઓ હાજર રહ્યા હતા સામાન્ય સભામાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે શીતલ કુમારી ભરતભાઈ ડીંડોર તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કિરીટકુમાર પારસીંગભાઈ ગરાસીયા ની વરણી કરવામાં આવી હતી તેમજ તાલુકા પંચાયત મનરેગા બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું તેમજ તાલુકા પ્રમુખ સ્થાને થી સરસવા પૂર્વ ગ્રુપ ગ્રામ પંચાયત પીપલારા ગ્રુપ ગ્રામ પંચાયત તેમજ નીંદકા પૂર્વ ગ્રુપ ગ્રામ પંચાયત વિભાજન માટે ની દરખાસ્ત કરવામાં આવેલ હતી.