શૈક્ષિક મહાસંઘ ફતેપુરા દ્વારા તાલુકાના શિક્ષકોનો નૂતનવર્ષ સ્નેહમિલન સમારંભ યોજ્યો

Editor Dahod Live
1 Min Read

હિતેશ કલાલ @ સુખસર 

 શૈક્ષિક મહાસંઘ ફતેપુરા દ્વારા ફતેપુરા તાલુકાના શિક્ષકોનો નૂતનવર્ષ સ્નેહમિલન સમારંભ યોજાયો . 
 સુખસર તા.31
ફતેપુરા શૈક્ષિક મહાસંઘ દ્વારા પંચમુખી લીમડા હનુમાન મંદિર ખાતે ફતેપુરા તાલુકાના શિક્ષકો માટે નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ફતેપુરા તાલુકામાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા.સ્નેહમિલન કાર્યક્રમમાં શૈક્ષીક મહાસંઘના રાજ્ય પ્રતિનિધિ સરદારભાઈ મછાર,શૈક્ષીક મહાસંઘના અધ્યક્ષ વિરેન્દ્રભાઈ તાવિયાડ, મહામંત્રી સુરેશભાઈ બારીયા તેમજ સંગઠન મંત્રી લખજીભાઈ ચરપોટ તેમજ જીલ્લા ઉપપ્રમુખ મનસુખભાઈ પટેલ દ્વારા ફતેપુરા તાલુકાના શિક્ષક ભાઈ બહેનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી તેમજ આવનારા સમયમાં શિક્ષકોના તમામ  પડતર પ્રશ્નોના ઉકેલ શૈક્ષિક મહાસંઘ મેળવશે તેવી આશા વ્યક્ત કરી.આવનારા સમયમાં શિક્ષક,શિક્ષણ તેમજ શાળાના વિદ્યાર્થીઓને લગતા કોઈપણ પ્રશ્નો માટે શૈક્ષિક મહાસંઘ ફતેપુરાને સજ્જ થવા માટે હાકલ કરી હતી .
Share This Article