ફતેપુરા માંથી આરઆર સેલની ટીમ દ્વારા ચોરીની મોટરસાયકલ સાથે એક આરોપીની ધરપકડ કરી

Editor Dahod Live
2 Min Read

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરા માંથી આરઆર સેલની ટીમ દ્વારા ચોરીની મોટરસાયકલ સાથે આરોપીની ધરપકડ.એક વર્ષ અગાઉ બાવા ની હાથોડ ગામેથી ચોરી થઈ હતી

 સુખસર તા.30

        ફતેપુરા નગરમાં ઝાલોદ રોડ વિસ્તારમાં એક યુવક ચોરીની બાઇક ને ફરતો હોવાની બાતમીના આધારે આરઆર સેલની ટીમ દ્વારા તેની ધરપકડ કરાઇ હતી બાઇકના એન્જિન અને ચેસ નંબરના આધારે તપાસ કરતા આ બાઈક બાવાની હાથોડ ગામની હોવાનું જણાઈ આવ્યું હતું. બાઈક ચોરીનો ભેદ ઉકેલવામાં આર.આર.સેલની ટીમે વધુ એક સફળતા મળી હતી.

       ફતેપુરા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી આરઆર સેલની ટીમે ચોરાયેલી બાઇકો સાથે આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી રહી છે ત્યારે શનિવારના રોજ નાયબ પોલીસ મહાનિદેશક એમએસ ભરાડા ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સિસોદિયા ની સૂચનાથી હેડ કોન્સ્ટેબલ હીરેન્દ્રસિંહ સોલંકી સહિત ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે   ચંદુભાઈ બાબુભાઈ ભેદી  રહે ઢાઢીયા તા- ઝાલોદ ને ઝડપી બાઈક ની એન્જિન અને ચેચીસ નંબરનું તપાસ કરતા આ બાઈક ચોરીની હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરતા આ બાઈક આઠેક મહિના અગાઉ રાવળ ના વરુણા ગામના  તેની માસી  ના છોકરા પીન્ટુ ફટા મકવાણા અને વાલુ ફતા મકવાણા પાસેથી લીધી હોવાનું જણાવ્યું હતું આ બાઈક એક વર્ષ અગાઉ બાવા હાથોડ ગામેથી ચોરાઈ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું પોલીસે આરોપીની ધરપકડ કરી 30 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.છેલ્લા કેટલાક સમયથી આરઆર સેલની ટીમ દ્વારા ફતેપુરા અને સુખસર વિસ્તારમાંથી ૨૦ જેટલી ચોરીની બાઈકો ની આરોપીઓ સાથે ધરપકડ કરાઈ છે જેથી કહી શકાય કે સ્થાનિક પોલીસ માત્ર કાગળ પર જ કામગીરી કરી રહી છે સ્થાનિક પોલીસને ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં રસ ન હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

Share This Article