ગરબાડા તાલુકાના ચંદલા ગામે રહેતા રમણભાઈ કાળુભાઈ સોલંકી પોતાના ખેતરમાં વાઢેલા ઘઉંનો પાક શંકરભાઈ પરમારની પીકઅપ ગાડીમાં સોમવારના રોજ ઘઉંનો પાક ભરીને બપોરના ૩ થી ૪ વાગ્યાના સમયમાં ઘરે લાવી રહ્યા હતા તે વેળા ગામમાં પ્રવેશતાની સાથે જ વીજ વાયર સાથે પીકઅપમાં ભરેલ ઘઉંના પૂળા નો સંપર્ક થતાં શોર્ટસર્કિટ થઈ હતી.અને ઘઉંના પૂળા બળીને ખાખ થઇ ગયા હતા.જોકે સત્વરે ગ્રામજનો દ્વારા આગ પર કાબુ મેળવી લેતા કોઇ જાનહાનિ થઇ ન હતી તેમજ ગાડીનો પણ બચાવ થયો હતો ઘટના સંદર્ભે ચંદલા ગામમાં નાસભાગ મચી જવા પામી છે.