Thursday, 21/11/2024
Dark Mode

નોકરીમાં લેવડાવાની બાબતે સી.ડી.ઈ.પી.આએ. ઘટક – માં ફરજ બજાવતાં એક મહિલા કર્મચારીને 15 હજારની લાંચ સ્વીકારતા પંચમહાલ એસીબીના હાથે ઝડપાઇ

નોકરીમાં લેવડાવાની બાબતે  સી.ડી.ઈ.પી.આએ. ઘટક – માં ફરજ  બજાવતાં એક મહિલા કર્મચારીને 15 હજારની લાંચ સ્વીકારતા પંચમહાલ એસીબીના હાથે ઝડપાઇ

દાહોદ ડેસ્ક તા.૨૯
દાહોદ શહેરના ચાકલીયા રોડ પર એક રહેણાંક મકાનમાં ઝાલોદ તાલુકામાં સી.ડી.ઈ.પી.આએ. ઘટક – માં ફજર બજાવતાં એક મહિલા કર્મચારી એક જાગૃત નાગરિકને નોકરીમાં લેવડાવવા બાબતે રૂ.૧૫ હજારની લાંચ લેતા પંચમહાલ એસીબીના હાથે ઝડપાઈ જતાં સરકારી આલમમાં ખળભાળાટ મચી જવા પામ્યો છે. આ ટ્રેપમાં એક વધુ મહિલા કર્મચારી પણ સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે અને જે હાલ રજા પર હોવાથી પોલીસ પકડથી દુર રહ્યા છે.
જયાબેન હિરાભાઈ પરમાર (સી.ડી.ઈ.પી.ઓ.,ઝાલોદ ઘટક – જિ.દાહોદ વર્ગ -૩ ના કર્મચારી) અને દક્ષાબેન ચૌહાણ (પ્રોગ્રામ ઓફિસર આઈ.ડી.ડી.એસ. કચેરી દાહોદ, વર્ગ  – ૧, મહિલા અને બાળ વિકાસ વિભાગ) આ બંન્ને મહિલાઓએ એક જાગૃત નાગરિકને બ્લોક કો.ઓર્ડિનેટર તરીકે કરાર આધારીત કર્મચારી હોય તેઓને નોકરીમાંથી છુટા નહીં કરવાના કામે જયાબેને   દક્ષાબેનને પાસે ભલામણ કરી હતી. આ ભલામણ બાદ જાગૃત નાગરિકને બીજી વખત નોકરીમાં લેવડાવ્યા હતા. આ બદલ દક્ષાબેને રૂ.૧૫ હજારની લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાથી તેએ એસીબી પોલિસનો સંપર્ક સાંધ્યો હતો અને ઉપરોક્ત તમામ બાબતે જાણ કરી હતી. દાહોદ શહેરના ચાકલીયા રોડ સ્થિત સૃષ્ટિ ટેનામેન્ટ ગ્રાઉન્ડફ્લોર પર રૂ.૧૫ હજારની લાંચની રકમ જાગૃત નાગરિક આ સ્થળે જયાબેનને આપવા આવ્યા હતા ત્યા અગાઉ જ વોચમાં ગોઠવાયેલ પંચમહાલ એસીબી પોલીસે જયાબેનને રૂ.૧૫ હજરાની લાંચની રકમ સાથે ઝડપી પાડ્યા હતા. આ છટકામાં દક્ષાબેને માંગેલ લાંચના નાણાં લેતા જયાબેન ઝડપાઈ જતાં પંથકમાં ખળળાટ મચી જવા પામ્યો છે.  હાલ પોલીસે જયાબેનની અટક કરી છે જ્યારે દક્ષાબેન રજા પર હોવાથી તે હાલ પોલીસ પકડથી દુર છે.

About Author

Editor Dahod Live

ફતેપુરાના આરોગ્ય કર્મીઓએ પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે તાલુકા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું નિરાકરણ ન થાય તો આંદોલનના મૂડમાં કર્મીઓ પ્રતિનિધિ દ્વારા સુખસર ફતેપુરા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ ના છેલ્લા કેટલાક સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા જલત આંદોલનો કરવા ના હોવાનો આવેદન શુક્રવારના રોજ ફતેપુરા તાલુકા આરોગ્ય અધિકારીને આપવામાં આવ્યું હતું ફતેપુરા તાલુકામાં આરોગ્ય વિભાગમાં પંચાયત સેવા ના કર્મચારીઓ ફરજ બજાવે છે જેઓને છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી તેઓના ૧૩ જેટલા પ્રશ્નો બાબતે અગાઉ રજૂઆતો કરી હતી જેનો હજુ સુધી નિરાકરણ ન આવતા આરોગ્ય કર્મીઓની આંદોલનના મૂડમાં હોવાનું જાણવા મળ્યું હતું અને શુક્રવારના રોજ ફતેપુરા તાલુકાના આરોગ્ય કર્મીઓએ આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું જમા જણાવ્યું હતું કે ૧૩ જેટલા પડતર પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી જેથી રાજ્ય મહાસંઘ ગાંધીનગર ની સૂચનાથી આવનારા સમયમાં કર્મચારીઓ જલત આંદોલન કરશે તેઓ તાલુકા આરોગ્ય સંઘના પ્રમુખ ભરતભાઈ કટારા એ જણાવ્યું હતું.
Previous Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!