Thursday, 21/11/2024
Dark Mode

લોકડાઉન દરમિયાન લટાર મારતા લોકો પર પોલીસે કરી લાલ આંખ:”ડ્રોન કેમેરા”ની મદદથી 18 વિરુદ્ધ ગુનો નોંધાયો

લોકડાઉન દરમિયાન લટાર મારતા લોકો પર પોલીસે કરી લાલ આંખ:”ડ્રોન કેમેરા”ની મદદથી 18 વિરુદ્ધ ગુનો નોંધાયો

 જીગ્નેશ બારીયા @ દાહોદ, મઝહર અલી મકરાણી @ દે.બારીયા  

દાહોદ તા.૨૮
કોરોના વાયરસના સંક્રમણને વધુ આગળ અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવાયેલા ૨૧ દિવસના લોકડાઉનના એલાનના પગલે સમગ્ર દેશના લોકોને ઘરમાં જ રહેવાના સુચનો કરવામાં આવ્યા છે ત્યારે પોલીસતંત્ર દ્વારા ગઈકાલથી દાહોદ જિલ્લામાં પણ આ મામલે કડક અમલ થઈ રહ્યો છે. ડ્રોનની મદદ લઈ દાહોદ જિલ્લાના તમામ ગામો, શહેરો ઉપર તંત્ર દ્વારા નજર રખાઈ રહી છે.ત્યારે દાહોદ

શહેર, લીમખેડા, તેમજ દે.બારીયામાં વિસ્તારોમાં ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યા હતા.દે.બારીયા તેમજ દાહોદ શહેર પોલીસે ડ્રોન કેમેરાના માધ્યમથી લોકડાઉન દરમિયાન સોસાયટીમાં રખડતા, ટોળેવળેલા, તેમજ રમત રમતા લોકોને ઓળખી આશરે 18 જેટલાં વ્યક્તિ વિરુદ્ધ ધારા 144 મુજબ જાહેરનામાંના ભંગ બદલ ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળેલ છે.

ગુજરાતમાં પણ કોરોના વાયરસે પગપેસારો કરતાં આરોગ્ય તંત્ર તેમજ સ્થાનીક વહીવટી તંત્ર દ્વારા આ કોરોના વાયરસ આગળ વધુ ન ફેલાય તે માટે દિવસ રાત એક કરી પોતાની નિષ્ઠાપુર્વક કામગીરી કરી રહી છે.અને લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ સાથે સાથે આરોગ્ય લક્ષી અનેક કામગીરી પણ કરાઈ રહી છે ત્યારે લોકડાઉન દરમિયાન સોસાયટીઓમાં,મોહલ્લામાં ઓટલે બેસેલા, રમત રમતા, ટોળેવળતા તેમજ ગલીઓમાં રખડતા લોકોને ઝડપી પાડવા ગઈકાલથી દાહોદ શહેર સહિત જિલ્લામાં ડ્રોનની મદદ લઈ સમગ્ર જિલ્લામાં ડ્રોન મારફતે નજર રખાઈ રહી હતી.જે બાદ દે

બારીયા તેમજ લીમખેડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યા છે.ત્યારે દાહોદ શહેર પોલીસે શહેરના ગોધરારોડ, હુસેની મસ્જિદ,પટનીચોક,અમલદાર ચોક, યસ માર્કેટ, રાવલવાસ,પડાવ સર્કલ, બહારપુરા, માંડાવાવ સર્કલ, જલારામ મંદિર, વિસ્તારમાં તેમજ બારીયા તથા લીમખેડા અને દૂધીયા ડ્રોન કેમરાથી  સર્વેલન્સ કરવામાં આવ્યું હતું જેમાં દે.બરિયામાં ત્રણ તેમજ દાહોદ શહેરમાં લોકડાઉન દરમિયાન બહાર રખડતા15 મળી કુલ 18 લોકડાઉન દરમિયાન લટાર મારતા લોકો પર પોલીસે કરી લાલ આંખ:"ડ્રોન કેમેરા"ની મદદથી 18 વિરુદ્ધ ગુનો નોંધાયોલોકોને ડ્રોન કેમેરાના માધ્યમથી ઓળખી તેઓની વિરુદ્ધ જાહેરનામાના ભંગની કલમો હેઠળ ગુનો દાખલ કરી દેતા લોકડાઉન દરમિયાન બહાર રખડતા લોકોમા સોપો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

error: Content is protected !!