સંજેલી તાલુકાના મુખ્ય માર્ગ બન્યાં ખખડધજ:એક વર્ષ પૂર્વે બનાવવામાં આવેલો મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતા કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરાયો હોવાની આશંકા
પ્રતિનિધિ સંજેલી તા.29
ચોમાસાના પ્રથમ વરસાદમાં જ સંજેલી તાલુકાના જૂના તેમજ હાલ એક વર્ષમાં જ બનાવેલા ડામર માર્ગોમાં ઢીંચણ સમા ખાડા પડી ગયા છે અને રસ્તાને રફેદફે કરી નાખ્યો છે હલકી ગુણવત્તાનું મટિરીયલ વાપરી બનાવવામાં આવેલા રસ્તાને ચોમાસાના વરસાદના પાણીએ તંત્રની પોલ ખોલી નાખી છે ફોરવ્હિલ વાહન ચાલકોને બાઇકોને રસ્તા પરથી પસાર થવુ બહુજ મુશ્કેલ પડી રહ્યું છે સ્થાનિક લોકો દ્વારા ત્તત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આંખ આડા કાન કરી રહ્યા છે જ્યારે સંજેલીથી સલિયાત તરફનો માર્ગ એક વર્ષ અગાઉ જ ડામર રસ્તો બનાવવામાં આવ્યો હતો તે પણ ચોમાસાના પ્રથમ વરસાદમાં ધોવાઇ જતાં હાલ રસ્તા પર મારૂતિ જેવી ગાડીઓ જમીન પર ફસડાઇ રહી છે ત્યારે તંત્ર દ્વારા આ મુખ્ય ડામર રસ્તાઓ ઉપર પડેલા મોટા ભયજનક ખાડાઓ પૂરી રસ્તાઓ ઉપર વ્યવસ્થિત વાહનોની અવર જવર થાય તેવા રસ્તાઓ બનાવવા આવે તેમજ આવા લેભાગુ કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી તાલુકાની પ્રજાની માંગ છે.અત્રે ઉલ્લેખનીય છે કે સંજેલી તાલુકાની પંદર કિલોમીટરના અંતરે સ્ટેટ હાઇવે આવેલો છે .અને આ રસ્તાઓને જોડતો માર્ગ સિંગલ પટ્ટી હોવાથી તેમજ રસ્તાઓ પર ચોમાસાના વરસાદ દરમિયાન ખાડા ટેકરાઓ થઇ જતા રોજબરોજ આવતા નોકરી કરવા જતા કર્મચારીઓને તેમજ રોજબરોજ વેપાર ધંધાર્થે બહાર જતાં આવતા વેપારીઓ તેમજ તાલુકાની જનતાને ખૂબ જ હાલાકી વેઠવી પડે છે આથી પ્રજાની માંગ છે કે તાત્કાલિક રસ્તાઓની સુધારા ની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકોની લાગણી તેમજ માંગણી છે.