Thursday, 21/11/2024
Dark Mode

સરકારી દવાખાનામાં રેન બસેરા શોભાના ગાંઠિયા સમાન:દર્દીઓના પરિવારજનોને ખુલ્લી જમીનમાં બેસી આરામ કરવાનો વારો

સરકારી દવાખાનામાં રેન બસેરા શોભાના ગાંઠિયા સમાન:દર્દીઓના પરિવારજનોને ખુલ્લી જમીનમાં બેસી આરામ કરવાનો વારો

હિતેશ કલાલ @ સુખસર 

સુખસર સરકારી દવાખાનામાં રેન બસેરા શોભાના ગાંઠિયા સમાન,દર્દીઓના પરિવારજનોને ખુલ્લી જમીનમાં બેસી આરામ કરવાનો વારો, લાખોના ખર્ચે બનાવેલા રેન બસેરા ને લટકતા તાળા 

સુખસર તા.28

ફતેપુરા તાલુકાના સુખસરમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે આવતા દરદીઓ માટે તેમના પરિવારજનોને આરામ કરવા માટે રેન બસેરા બનાવાયું છે પરંતુ રેન બસેરા ને તાળું મારેલું હોવાથી દર્દીઓના પરિવારજનોને ખુલ્લી જમીનમાં જ આરામ કરવાની ફરજ પડતી હોવાનું નજરે જોતા જણાવ્યું હતું જેથી હાલમાં રેન બસેરા શોભાના ગાંઠિયા સમાન બની ગયું હોવાનું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.

     ફતેપુરા તાલુકાના સુખસરમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે ગ્રેડ વન કક્ષાનું આરોગ્ય કેન્દ્ર છે આરોગ્ય કેન્દ્રમાં ૪૦ જેટલા ગામોની પ્રજા દવા સારવાર અર્થે આવે છે સારવાર અર્થે આવતા દર્દીના સાથેના પરિવારજનો આરામ કરી શકે તે અર્થે આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે રેન બસેરા આધુનિક સગવડો સાથેનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ આરોગ્ય કેન્દ્રને તાળું લટકતું રહેતું હોવાથી રેન બસેરા શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે તેમજ સારવારથી આવતા દર્દીઓના પરિવારજનોને તેમજ નાના બાળકોને ખુલ્લી જમીનમાં બેસીને આરામ કરવો પડતો હોવાનું નજરે જોતાં જણાય આવ્યું છે જેથી વહીવટી તંત્ર દ્વારા આ રેનબસેરા મુકવામાં આવે તેવી માંગ થઇ રહી છે.ત્યારે આ બાબતે તાલુકા આરોગ્ય અધિકારી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું સંચાલન જિલ્લા કક્ષાએથી કરવામાં આવે છે તેમજ અમો દ્વારા કુટુંબ નિયોજનના કેમ્પ કરવા જઈએ છીએ જેમાં નાના બાળકો લઈને આવતા પરિવારજનોને ખુલ્લામાં બેસવું પડે છે સામુહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ અમને પૂરતો સાથ સહયોગ આપતા નથી.

error: Content is protected !!