સંજેલી-ઝાલોદ રોડ પર દિશા સૂચક બોર્ડ કે ડાયવર્ઝન આપ્યા વિના જ રસ્તાની કામગીરી શરૂ કરતાં રાહદારીઓ અટવાયા.

Editor Dahod Live
1 Min Read

મહેન્દ્ર ચારેલ :- સંજેલી

સંજેલી ઝાલોદ રોડ પર રસ્તાની કામગીરી શરૂ થતા વાહન ચાલકો અટવાયા.

કોન્ટ્રાક્ટર દ્વારા દિશા સૂચક બોર્ડ કે ડાયવર્ઝન આપ્યા વિના જ રસ્તાની કામગીરી શરૂ કરતાં રાહદારીઓ અટવાયા.

સંજેલી તા.20

 

સંજેલી ઝાલોદ રોડ હોળી ફળિયામા કોન્ટ્રાક્ટર દ્વારા દિશા સૂચક બોર્ડ કે ડાયવર્ઝન આપ્યા વિના જ રસ્તાની કામગીરી શરૂ કરાતા વાહન ચાલકો અને રાહદારીઓને અટવાવાનો વારો આવ્યો છે.

સંજેલી નગર પ્રજાને ગટર અને રસ્તાઓની સુવિધા મળી રહે તે માટે એક વર્ષ અગાઉ ધારાસભ્ય રમેશભાઈ કટારાની ગ્રાન્ટમાંથી ત્રણ કરોડ ઉપરાંતના ખર્ચે ઝાલોદ મુખ્ય માર્ગ હોળી ફળિયાથી સંતરામપુર રોડ સુધી પ્રજાપતિ ફળીયુ, વચલુ ફળીયુ સહિતનાપાંચ જેટલા રસ્તાઓ ગટર સાથે મંજૂર કરવામાં આવ્યા હતા.બાદ કોન્ટ્રાક્ટર દ્વારા ગુરૂવારના રોજ હોળી ફળિયા તાલુકા સેવા સદન આગળથી ગટર રસ્તાની દિશા સૂચક બોર્ડ કે ડાયવર્ઝન આપ્યા વિના જ કામગીરી શરૂ કરાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ અટવાતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા દિશા સૂચક બોર્ડ અને ડાયવર્ઝન આપી કામગીરી શરૂ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો અને વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે.

Share This Article