Sunday, 08/09/2024
Dark Mode

સંજેલીમાં યોગ્ય અંતર જળવાઈ રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું

સંજેલીમાં યોગ્ય અંતર જળવાઈ રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું

કપિલ સાધુ @ સંજેલી 

સંજેલી તાલુકાના મેન બજાર વિસ્તારનો શાકભાજીના તેમજ દુકાનદારોની વ્યવસ્થા માટે અધિકારી દ્વારા ચર્ચા કરાઇ .

કોરોના કહેર લઈને હાલ સરકાર દ્વારા આપવામાં આવેલા સૂચનાઓ મુજબ સંજેલી તાલુકા પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, સંજેલી મામલતદાર તેમજ સ્ટાફ અને સંજેલી પીએસઆઇ દ્વારા બજારના અંદર લોકો દ્વારા ભીડના કરવામાં આવે અને શાકભાજીની દુકાનદારોને લઈને જગ્યા રાખી અને ધંધો વેપાર કરે તે મુજબની વ્યવસ્થા માટે સંજેલી બજારના લોકોને ઘર માટેના રોજબરોજના જરૂરિયાત માટેના સામાનની વ્યવસ્થાનું આયોજન કરવાની તજવીજ હાથ ધરવામા આવી હતી. તેમજ જો કોઈ કાયદાનું ઉલ્લંઘન કરતા દુકાનદારો વેપારીઓ ધ્યાને આવશે તો તેમના ઉપર કડક  કાર્યવાહીના પગલા લેવામા આવશે.કરિયાણાની તેમજ મેડીકલ ની દુકાનો ઉપર આવતા ગ્રાહકોને ગોળ રાઉન્ડમાં જ દુર દુર અંતર રાખી ઊભા રહેવા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની દુકાનદારોને સૂચના આપવામા આવી હતી.

error: Content is protected !!